Navratri 2021 Shashthi Tithi: શારદિય નવરાત્રિના છઠ્ઠા નોરતે કાત્યાયનીનું પૂજન અર્ચન થાય છે. કાત્યાયની વ્રજમંડળની અધિષ્ઠાત્રી દેવી છે.  ગોપીઓએ કૃષ્ણની પ્રાપ્તિ માટે મા કાત્યાયનીનું પૂજન અર્ચન કર્યું હતું. માન્યતા છે કે, મા કાત્યાયનીના પૂજન અર્ચનથી વિવાહમાં આવતા વિઘ્નો દૂર થાય છે.


શારદિય નવરાત્રિના છઠ્ઠા નોરતે મા દુર્ગાના છઠ્ઠા સ્વરૂપ મા કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે. મા કાત્યાયનીનો જન્મ કાત્યાયન ઋષિના ઘરે થયો હતો. તેથી જે કાત્યાયની નામે પૂજાય છે. તે વ્રજમંડળની અધિષ્ઠાત્રી દેવી છે. માનવામાં આવે છે કે. મા કાત્યાયનીની ભાવ સાથે અને સંપૂર્ણ વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે તો ભક્તની દરેક મનો કામના પૂર્ણ થાય છે. પ્રેમ વિવાહ માટે પણ મા કાત્યાયની પૂજા આરાધના કરવાનું વિધાન છે. વૈવાહિક જીવન માટે પણ તેમની પૂજા ફળદાયી મનાય છે. કહેવાય છે કે, મા કાત્યાયનીની પૂજા કરવાથી મનગમતા જીવન સાથીનું સુખ મળે છે.


આ રીતે કરો પૂજા


મા કાત્યાયની સવારમાં લાલ વસ્ત્ર ધારણ કરીને પૂજા કરવી જોઇએ. માને પીળા અને લાલ ફુલ અને નૈવેદ્ય ધરાવો.માતાજીને મધ અર્પણ કરવું શુભ મનાય છે. માને સુંગધિત પુષ્પ અર્પણ કરવાથી શીઘ્ર વિવાહનો યોગ બને છે.આ સાથે પ્રેમ સંબંધિત સમસ્યા પણ દૂર થાય છે. આ તમામ ફળની પ્રાપ્તિ માટે માની સમક્ષ આ મંત્રના જાપ કરો.


આ મંત્રનો કરો જાપ


કાત્યાયની મહામાયે, મહયોગિન્યધીશ્વર.


નન્દગોપસુતં દેવી,  પતિ મેં કુરુ તે નમ:


શીઘ્ર વિવાહ માટે  આ રીતે કરો પૂજા


લગ્નમાં વિલંબ થતો હોય તો મા કાત્યાયની લાલ વસ્ત્ર ધારણ કરીને પૂજા કરો.માતાજીને હળદરની ત્રણ ગાંઠ સમર્પિત કરો. માની સમક્ષ દીપક કરીને ઉપરોક્ત મંત્રનો જાપ કરો. પૂજા બાદ હળદરનીને સુરક્ષિત રાખી દો.  મા કાત્યાયનીને પીળુ અથવા લાલ આસન આપો, પીળા અથવા લાલ રંગનું નૈવેદ્ય ધરાવો અને એ જ રંગનું પુષ્પ અર્પણ કરવું શુભ મનાય છે.