5th Navratri :


5th Navratri : હિન્દુ ધર્મમાં નવરાત્રિ ખૂબ જ મહત્વપૂર્ણ પર્વ છે. નવરાત્રિમાં નવેય દિવસ મા દુર્ગાના નવેય સ્વરૂપોની આરાધનાનું માહાત્મ્ય છે.પાંચમે નોરતે માતા સ્કંદમાતાનું પૂજનનું વિધાન છે. સ્કંદમાતા તેના ભક્તો પર અપાર સ્નેહ લૂટાવે છે. માના આ સ્વરૂપની ઉપાસનાથી નકારાત્મક શક્તિનો નાશ થાય છે. અશક્ય કાર્ય પણ શક્ય થઇ જાય છે.


 સ્કંદમાતાનું સ્વરૂપ


સ્કંદમાતા કમળ પર બિરાજમાન છે. તેથી તેને પદ્મવતી પણ કહેવાય છે. તે ઉમા નામે પણ પૂજાય છે. તે સૂર્યમંડળની અધિષ્ઠાત્રી દેવી છે. જેનું વાહન સિંહ છે.


સ્કંદમાતાનું શું કરશો અર્પણ


માની આરાધના સુખ અને શાંતિ પ્રદાન કરે છે. સ્કંદમાતાને શ્વેત રંગ પ્રિય છે. માની સાધના સમયે શ્વેત વસ્ત્ર ધારણ કરો. શ્વેત પુષ્પ અર્પણ કરો. સફેદ રંગની મીઠાઇ અથવા કોઇપણ નૈવદ્ય ધરાવો. માને શ્વેત આસાન આપો.


આ રીતે કરો પૂજન અર્ચન



  • સવારે વહેલા ઉઠીને દૈનિક કાર્ય પતાવીને સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો

  • માની પ્રતિમાને ગંગાજળથી સ્નાન કરાવો.

  • સ્નાન બાદ માતાને શ્વેત પુષ્પ અર્પણ કરો

  • માને કુમ કુમ લગાવો

  • માને 5 પ્રકારના ફળો ધરાવો

  • માની આરતી અવશ્ય કરો


સ્કંદમાતાને શું પ્રિય છે?


સ્કંદ માતાને કેળાનો ભોગ લગાવો માને કેળા અને ખીર પ્રિય છે.


સ્કંદમાતાના મંત્ર


નીચે આપેલા મંત્રનો પાંચમા નોરતે અવશ્ય જાપ કરો, જેનાથી જીવનમાં ધન ધાન્યની વૃદ્ધિ થશે.


“યા દેવી સર્વેભૂતેષૂ મા સ્કંદમાતા રૂપેણ સંસ્થિતા


નમસ્ત્યૈ, નમસ્ત્યૈ, નમસ્ત્યૈ, નમો નમો"


આ પણ વાંચો


India Corona Cases: દેશમાં 24 કલાકમાં 19 હજારથી ઓછા નોંધાયા કેસ, 214 સંક્રમિતોના મોત


Ashish Mishra Arrested: લખીમપુરખીરી કેસમાં મુખ્ય આરોપી આશીષ મિશ્રાની 12 કલાકની પૂછપરછ બાદ ધરપકડ, જાણો પોલીસે શું કહ્યું ?


હીનાએ સચિનને કઇ વાતની ના પાડી ને સચિને કરી દીધી તેની હત્યા, પછી લાશને ક્યાં મુકી આવ્યો ?