Sheetala Ashtami 2023 Date Time: શીતળા અષ્ટમી દર વર્ષે હોળી પછીના આઠમા અને ફાગણ વદ અષ્ટમીના દિવસે ઉજવવામાં આવે છે. કેટલાક સ્થળોએ, શીતળા સપ્તમીની ઉજવણી આવે છે. આ દિવસે માતાને વાસી અને ઠંડા ભોજનનો ભોગ ધરાવવામાં આવે છે, તેથી તેને બાસોડા પણ કહેવામાં આવે છે.


સપ્તમી અને અષ્ટમીનો દિવસ હોવાથી લોકો મૂંઝવણમાં છે કે, આ વર્ષે શીતળા માતાની પૂજા 14મી માર્ચે થશે કે 15મી માર્ચે થશે. શીતળા સપ્તમી 14 માર્ચે અને શીતલા અષ્ટમી 15 માર્ચે છે. જોકે, દિવસ અને અલગ-અલગ સ્થળોએ પૂજા કરવાની પરંપરામાં ફરક છે. તો કેટલાક સ્થળોએ હોલિકા દહનના સપ્તાહના દિવસે જ તેની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે હોલિકા દહન મંગળવારે હોવાથી શીતળા માતાની પૂજા પણ મંગળવારે કરવામાં આવશે. બીજી તરફ કેટલાક લોકો સોમવાર, બુધવાર અને શુક્રવારને શીતળા માતાની પૂજા માટે શુભ માને છે.


કોણ છે શીતળા માતા


માતા શીતળાને દેવી પાર્વતીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેમને સ્વચ્છતા અને આરોગ્યની દેવી પણ કહેવામાં આવે છે. સ્કંદ પુરાણમાં માતાના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. આ પ્રમાણે શીતળા માતાનું વાહન ગદર્ભ છે. તેમના હાથમાં કલશ, સૂપ, સાવરણી અને લીમડાના પાન છે. એવું માનવામાં આવે છે કે માતા શીતળાની પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે અને રોગો અને વ્યાધિઓ દૂર રહે છે.


બે દિવસ શીતળા માતાની પૂજા કરવામાં આવે છે


પરંપરા મુજબ બે દિવસ શીતલા માતાની પૂજા કરવામાં આવે છે. ક્યાંક ફાગણ વદ સપ્તમી તો ક્યાંક ફાગણ વદ અષ્ટમી પર પૂજા કરવાની પરંપરા છે. સપ્તમીના દિવસે કરવામાં આવતી પૂજાને શીતળા સપ્તમી અને અષ્ટમીના દિવસે કરવામાં આવતી પૂજાને શીતલા અષ્ટમી કહેવામાં આવે છે. આ વર્ષે શીતલા સપ્તમી અથવા બાસોડા 14 માર્ચે છે અને શીતલા અષ્ટમી 15 માર્ચે છે.


શીતળા અષ્ટમી તિથિ અને શુભ સમય


ફાગણ વદ અષ્ટમી તારીખ પ્રારંભ: 14 માર્ચ, 2023, 08:22 PM


ફાગણ વદ અષ્ટમી સમાપ્ત થશે: 15 માર્ચ, 2023, સાંજે 06:45 કલાકે


14 માર્ચે શીતળા સપ્તમી હશે અને આ દિવસે માતા શીતળાને દૂધ, ગોળ, દહીં, શેરડીનો રસ અને ચોખા વગેરેનો ભોગ ધરાવવામાં આવશે. બીજા દિવસે 15 માર્ચે સવારે 06:30 થી સાંજના 06:29 સુધી શીતળા માતાની આરાધના શુભ રહેશે.