Shreemad Bhagwat Saptah: અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા ગોકુલ પાર્ટી પ્લોટમાં જગદગુરુ શ્રીમદ્ વલ્લભાચાર્ય પ્રાગટ્યપીઠનાં ગૃહાધિપતિ પૂ.પા.ગો.108 શ્રીની વ્યાસપીઠે ફાગણ વદ – 8, બુધવાર, તા. 15 માર્ચ 2023 થી ફાગણ વદ -30 મંગળવાર, તા 21 માર્ચ, 2023 સુધી શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. ભાગવત સપ્તાહ દરમિયાન 15 માર્ચે નારદ ચરિત્ર, 16 માર્ચે પરીક્ષીત જન્મ, 17 માર્ચે વરાહ અવતાર, 18 માર્ચે નૃસિંહ પ્રાગટ્ય, વામન પ્રાગટ્ય, રામ જન્મ અને કૃષ્ણ જન્મ, 19 માર્ચે ગોવર્ધન લીલા, 20 માર્ચે ઋક્ષ્મણી વિવાહ અને 21 માર્ચે સુદામા ચરિત્ર પ્રસંગો ઉજવાશે. 18 માર્ચે શ્રી યમુના પાન, લોટી ઉત્સવ અને માળા પહેરામણી મનોરથ અને ઢાઢી લીલા યોજાશે. 20 માર્ચે રાત્રે 9 થી 12 ફૂલ ફાગ મનોરથ થશે.
અમદાવાદમાં જગદગુરુ શ્રીમદ્ વલ્લભાચાર્ય પ્રાગટ્યપીઠનાં ગૃહાધિપતિ પૂ.પા.ગો.108 શ્રીની વ્યાસપીઠે શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Mar 2023 01:37 PM (IST)
18 માર્ચે શ્રી યમુના પાન, લોટી ઉત્સવ અને માળા પહેરામણી મનોરથ અને ઢાઢી લીલા યોજાશે.
પૂ.પા.ગો.108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી (અમરેલી-ચંપારણ્ય)