સંકષ્ટી ચતુર્થી ભગવાન શ્રીગણેશને સમર્પિત છે. સંકષ્ટી ચતુર્થો અર્થ છે, દરેક સંકટને હરનાર, બધા જ દેવોમાં સર્વ પ્રથમ પૂજનિય ગણેશ દરેક કાર્યને નિર્વિધ્ને પરિપૂર્ણ કરે છે.


શ્રીગણેશના સંકષ્ટી ચતુર્થીના વ્રત પર ગણેશજીનું પૂજન અર્ચન અને વ્રત કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. આ વ્રત વિશેષ રીતે માતા તેમના સંતોષની ઉન્નતી માટે કરે છે.


ભાલચંદ્ર સંકષ્ટી ચુતર્થીનું શુભ મુહુર્ત


સંકષ્ટીના દિવસે ચંદ્રોદય – 9.39pm


ચતુર્થ તિથિનો પ્રારંભ – 31 માર્ચ, 2021ની 2.06pm


ચતુર્થ તિથિ સમાપ્ત – 01 એપ્રિલ 2021થી 10.59am


સંકટ ચતુર્થીની પૂજા વિધિ


સંકટ ચતુર્થીએ સવારે જાગતાની સાથે જ ગણપતિનું સ્મરણ કરો, ઉઠ્યાં બાદ સ્નાન આદિ દૈનિક કાર્ય સંપન્ન કરીને સવારે ભગવાન શ્રીગણેશની સ્થપના કરીને તેમનું ષોડસોપચારે પૂજન કરો. ગણેશજીનું ધ્યાન કરીને વ્રતનો સંકલ્પ લો. વિઘ્નહર્તાને લાડુનો ભોગ ધરાવો. પૂજન, થાળ, આરતી બાદ સંકટ ચતુર્થીની કથા વાંચવી અથવા સાંભળવી. સાંજે ગણપતિના આરતી કરી થાળ ધરીને ચંદ્રમાને અર્ઘ્ય આપીને સાંજે પારણા કરો.


સંકટ ચતુર્થીની વ્રત કથા


સંકટ ચતુર્થીના અવસરે સંકટ ચતુર્થીની કથા સાંભળવી કે વાંચવાનો પણ અનેરો મહિમા છે. વ્રતધારી વ્યક્તિએ આ વાર્તાનું શ્રવણ કે વાંચન જરૂર કરવું જોઇએ. સંકટ ચતુર્થીના વાર્તા ગણેશના આશિષ પર જ આધારિત છે. એક દિવસ પાર્વતીને ચૌપાટ રમવાનું મન થયું, મહાદેવને માતાજીએ ચૌપાટ સાથે રમવા માટે વિનંતી કરી. મહાદેવ ચૌપાટ રમવા માટે તૈયાર થઇ ગયા પરંતુ હાર જીતનો નિર્ણય કરનાર કોઇ ન હતું. તેથી પાર્વતીએ એક માટીનું પૂતળું બનાવીને તેને નિર્ણાયક તરીકે નિમ્યું, ચોપાટની રમતમાં સતત માતા પાર્વતી જ જીતતા હતા. જો કે ભૂલથી એક વખત પૂતળાએ પાર્વતી માતાજીને હારેલા જાહેર કરી દીધા. આ કારણે મા પાર્વતી ક્રોધિત થઇ ગયા અને તેમણે બાળકને શ્રાપ આપી દીધો કે, તું લંગડો થઇશ. આ સાંભળીને બાળક ખૂબ જ રડવા લાગ્યો અને પ્રાયશ્ચિત કરવા લાગ્યો. આ જોઇને માતાજીએ કહ્યું કે, હું આ શ્રાપ પરત તો ન લઇ શું પરંતુ તું સંકટ ચતુર્થીનું વ્રત કરીને આ શ્રાપથી મુક્તિ મેળવી શકે છે અને તારૂ કલ્યાણ કરી શકે છે. માતાજીના આજ્ઞા મુજબ બાળકે સંકટ ચતુર્થીનું વ્રત કર્યું અને તેમના પર ગણેશ ભગવાન પ્રસન્ન થયા અને બાળક શાપ મુક્ત થઇ ગયો.