Surya Grahan 2024:   વર્ષ 2024નું પ્રથમ ગ્રહણ 8મી એપ્રિલે થઈ રહ્યું છે. સૂર્યગ્રહણનો સંબંધ આજથી નહીં પરંતુ મહાભારત કાળ સાથે છે. અર્જુને સૂર્યગ્રહણની મદદથી જયદ્રથનો વધ કર્યો હતો. ચાલો જાણીએ તેની આખી કથા.


મહાભારતમાં જયદ્રથ સિંધુ રાજ્યનો રાજા હતો. તેના લગ્ન કૌરવોની એકમાત્ર બહેન દુશાલા સાથે થયા હતા. જયદ્રથને વરદાન મળ્યું હતું કે કોઈ સામાન્ય વ્યક્તિ તેને મારી શકશે નહીં. આ ઉપરાંત આ વરદાન પણ આપવામાં આવ્યું હતું કે જે કોઈ જયદ્રથને મારશે અને જયદ્રથનું માથું જમીન પર પટકાવશે તો તેના માથના પણ હજારો ટુકડા ખઈ જશે. 


મહાભારતમાં, જે દિવસે પાંડવોએ પોતાનું રાજ્ય અને દ્રૌપદી કૌરવો સામે જુગારમાં હારી ગયા, તે દિવસ સૂર્યગ્રહણનો દિવસ હતો. મહાભારતમાં અર્જુને જયદ્રથનો વધ કર્યો હતો. તેની પાછળનું કારણ એ હતું કે જયદ્રથના કારણે અર્જુનનો પુત્ર અભિમન્યુ ચક્રવ્યુહમાં માર્યો ગયો હતો. ચક્રવ્યુહમાં ફસાઈને અભિમન્યુ મૃત્યુ પામ્યો. અભિમન્યુના મૃત્યુનું કારણ જયદ્રથ હતો, તેથી બદલો લેવા અર્જુને જયદ્રથને મારી નાખ્યો.


જયદ્રથને બચાવવા માટે કૌરવ સેનાએ સુરક્ષા ઘેરો બનાવી દીધો હતો અને અર્જુનને જયદ્રથ સુધી પહોંચવા દીધો નહોતો. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે જોયું કે સૂર્ય અસ્ત થવાનો છે, ત્યારે તેમણે તેમની માયાથી સૂર્ય ગ્રહણ કર્યું. જેના કારણે અંધારપટ છવાઈ ગયો હતો. સૌને લાગ્યું કે સૂરજ આથમી ગયો છે. ગ્રહણ થતાંની સાથે જ જયદ્રથ સુરક્ષા વર્તુળમાંથી બહાર આવ્યો અને અર્જુનની સામે આવ્યો અને કહ્યું કે સૂર્ય આથમી ગયો છે, હવે અગ્નિસમાધિ લો.


થોડા સમય પછી સૂર્યગ્રહણ સમાપ્ત થયું અને સૂર્ય ચમકવા લાગ્યો. ગ્રહણ સમાપ્ત થતાં જ અર્જુને જયદ્રથનો વધ કર્યો. આ રીતે સૂર્યગ્રહણને કારણે અર્જુન પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી શક્યો.સૂર્યગ્રહણના કારણે જ અર્જુન જયદ્રથને મારવામાં સફળ રહ્યો. હકિકતમાં અર્જુને પ્રતિક્ષા લીધી હતી કે જો આજ સુર્યાસ્ત પહેલા જો હું જયદ્રથને ન મારી શકું તો અગ્નિસમાધિ લઈ લઈશે.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.