બોટાદ: સાળંગપુર ખાતે હનુમાનજી મંદિર પરિસરમાં 54 ફૂટની પંચ ધાતુની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું છે. વડતાલ ગાદીપતિ રાકેશ પ્રસાદ મહારાજના હસ્તે કિંગ ઓફ સાળંગપુરની 54 ફૂટની હનુમાનજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. હનુમાન દાદાની મુર્તિના અનાવરણના કાર્યક્રમમાં ભાગ લેવા દુર દૂરથી ભક્તો આવ્યા છે.
હનુમાન જયંતિ પર સાળંગપુર દર્શને જવાનો છે પ્લાન ?
હનુમાન જયંતિ દર વર્ષે ચૈત્ર સુદ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વખતે આ તહેવાર 6 એપ્રિલ, ગુરુવારે ઉજવવામાં આવશે. આ દિવસે સાળંગપુર હનુમાનના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટે છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટતાં હોવાથી હનુમાન જયંતિને લઈ રૂટ ડાયવર્ટનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 5 એપ્રિલ રાત્રે 12 વાગ્યાથી 6 એપ્રિલ રાત્રે 12 વાગ્યા સુધી એટલે કે 24 કલાકનું ટ્રાફિક ડાયવર્ટનું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મુકેશ પરમારે પ્રસિદ્ધ કર્યું છે.
જાહેરનામા મુજબ અમદાવાદ, ધંધુકા, બરવાળા તરફથી ભાવનગર,વલભીપુર અને બોટાદ જવા માટે કેરિયા ઢાળ લાઠીદડ જ્યોતિગ્રામ સર્કલથી વાહન પસાર કરવાના રહેશે. બોટાદથી અમદાવાદ જવા માટે બોટાદ -રણપુર મિલેટરી રોડ ધંધુકા થઈ પસાર થવાનું રહેશે. જ્યારે બોટાદથી બરવાળા જવા માટે સેથળી -સમઢીયાળા-લાઠીદડ કેરિયા ઢાળ થઈ પસાર થવાનું રહેશે. આ ઉપરાંત અમદાવાદ, ધંધુકા, બરવાળા તેમજ ભાવનગર, વલભીપુર તરફથી સાળંગપુર બોટાદ જતા વાહનો માટે બરવાળા ટી પોઇન્ટથી વાહનોનો પ્રવેશ બંધ કરવામાં આવશે. ગુદા ચોકડીથી ભરવાડ વાસના નાકા સુધીના મેઈન રોડ ઉપર સદંતર વાહન વ્યવહાર બંધ રહેશે, જ્યાંથી માત્રા ચાલીને જઈ શકાશે. ઇમરજન્સી સેવાઓને જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવી છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કલમ 188 તેમજ ગુજરાત પોલીસ અધિનિયમ કલમ 131 મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
હનુમાન જયંતી પર કરી લો આ 5 ઉપાય, ખતમ થશે સાડાસાતી અને પનોતની અશુભતા
હનુમાનજીની પૂજા કરવાથી શનિની સાડાસાત વર્ષની અશુભ અસર ઓછી થાય છે. આવી સ્થિતિમાં 6 એપ્રિલ, 2023ના રોજ હનુમાન જયંતિ પર કેટલાક ખાસ ઉપાય કરો, આનાથી શનિ મહાદશીથી છુટકારો મળશે.હનુમાનજીને ખૂબ જ શક્તિશાળી દેવતા માનવામાં આવે છે. કહેવાય છે કે, જ્યારે કુંડળીમાં શનિની મહાદશા (સાડે સતી અને પનોતી ) ચાલી રહી હોય ત્યારે બજરંગબલીની પૂજા કરવી જોઈએ, મંત્ર જાપ કરવો જોઈએ. પૌરાણિક માન્યતા અનુસાર હનુમાનજી એવા દેવતા છે જેમના ભક્તો શનિદેવથી પરેશાન થતા નથી.
શનિ સાડાસાતી તમને આના કારણે પરેશાન કરી રહ્યી છે, તમે આર્થિક અને માનસિક રીતે પરેશાન છો, તો હનુમાન જયંતિ પર, સવારે સ્નાન કર્યા પછી, પંચમુખી હનુમાનના ચિત્રની સામે ઘીનો દીવો પ્રગટાવો અને પછી શ્રી રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરો. એવું માનવામાં આવે છે કે હનુમાનજીના આ સ્વરૂપની પૂજા કરવાથી જલ્દી જ શુભ ફળ મળે છે. તેનાથી શનિ, પિતૃ અને મંગલ દોષ દૂર થાય છે.
હનુમાન જયંતિના દિવસથી સંકટમોચનને ભોગ તરીકે ગોળ અને ચણા ચઢાવો અને સતત 10 મંગળવાર ઉપવાસ કરો. હનુમાનાષ્ટકનો પાઠ કરો આ કરવાથી શનિની મહાદશા ટળી જાય છે. હનુમાન જયંતિ પર ઘરમાં સુંદરકાંડનો પાઠ કરો જેથી શનિદેવની સાડાસાતી અને પનોતીથી રાહત મળે. આ પછી વાંદરાઓને ફળ ખવડાવો. એવું માનવામાં આવે છે કે, તેનાથી બજરંગબલી અને શનિદેવ પ્રસન્ન થાય છે. અત્યારે શનિ પોતાની રાશિ કુંભ રાશિમાં બેઠો છે. આ વર્ષે મકર રાશિમાં શનિદેવનો અંતિમ ચરણમાં છે. કુંભ રાશિમાં બીજો તબક્કો અને મીન રાશિમાં પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે. બીજી તરફ કર્ક અને વૃશ્ચિક રાશિ પર શનિની પનોતીનો પ્રભાવ છે.