Vagh Baras 2022: ગોવત્સ દ્વાદશી જે દિવાળીની શરૂઆત દર્શાવે છે તે ધનતેરસના એક દિવસ પહેલા ઉજવવામાં આવે છે. 21  ઓક્ટોબર, 2022ના રોજ વાઘ બારસની ઉજવણી કરવામાં આવશે. આ દિવસે ગાય અને વાછરડાની પૂજા કરવામાં આવે છે. આ એક અનોખી ઉજવણી છે, કારણ કે આ દિવસે ભક્તો પવિત્ર ગાયનો માનવ જીવનના નિર્વાહમાં યોગદાન માટે આભાર માને છે અને તેમનો આભાર વ્યક્ત કરે છે.


આ દિવસને નંદિની વ્રત તરીકે પણ ઓળખાય છે, મહારાષ્ટ્રમાં આ તહેવાર વસુ બારસ તરીકે ઓળખાય છે, જ્યારે ગુજરાતમાં તેને વાઘ બારસ તરીકે ઉજવવામાં આવે છે. કેટલાક ઉત્તરીય રાજ્યોમાં, ગોવત્સ દ્વાદશી તરીકે ઓળખવામાં આવે છે, જેનો અર્થ છે વ્યક્તિનું નાણાકીય દેવું ચૂકવવું.


શું છે મહત્વ


આ તહેવાર મનુષ્ય માટે વરદાન તરીકે ગાયોનો આભાર માનવાની પરંપરા છે. આ દિવસ ગાયની પૂજા માટે સમર્પિત છે. ગાયોને હાર પહેરાવવામાં આવે છે, તેમના માટે ફૂલોની માળા પણ બનાવવામાં આવે છે. ગોવત્સ દ્વાદશીને દેશના જુદા જુદા ભાગોમાં અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. બીજી તરફ, તહેવારનું બીજું નામ નંદિની વ્રત છે. ગાયને હિંદુ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે અને નંદિની તેનું એક દૈવી સ્વરૂપ છે. કેટલાક લોકો આ દિવસે પોતાના બાળકોની સુખાકારી માટે વ્રત પણ રાખે છે.


શું છે માન્યતા


વાઘ સામર્થ્યનું પ્રતીક છે. મનુષ્યે નૂતન પ્રારંભ માટે સમર્થ થવાનું છે, પરાક્રમી થવાનું છે, જોખમ ખેડવાનું છે, સ્થૂળ પ્રાપ્તિ માટે પણ આ ગુણો જરૂરી છે. પરંતુ આંતરસમૃદ્ધિ વધારવા માટે તો ઘણા વધારે સમર્થ, પરાક્રમી થવું જરૂરી છે. એ આસાન માર્ગ નથી. એટલે જોખમ ખેડવાનું છે. એવા સામર્થ્યની ઉપાસના કરવાનું પર્વ એટલે વાઘબારસ. વસુ એટલે કે ગાય. ગાયનું પૂજન કરવાથી બધા જ દેવતાઓનું પૂજન થઈ જાય છે એવી માન્યતા છે.  આ ઉપરાંત એવી માન્યતા છે કે ગૌમાતા બારસના દિવસે ક્ષીર સાગરમાંથી પ્રગટ થયેલાં.


Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.


આ પણ વાંચોઃ


Kali Chaudas: કાળી ચૌદશના દિવસે રાત્રે કરો આ કામ, દરેક સમસ્યાનો જડમૂળમાંથી થશે નાશ