Vastu Tips: ઘણીવાર જોવામાં આવે છે કે, પુરુષ કે મહિલા બંને પોતાના પાકીટમાં પૈસા સિવાય એવી ઘણી વસ્તુઓ રાખે છે, જેની તેમને જરૂર નથી હોતી. વાસ્તુશાસ્ત્ર અનુસાર પર્સમાં કેટલીક વસ્તુઓ રાખવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે. જો પર્સમાં આ વસ્તુઓ રાખવામાં આવે તો તમને ધન હાનિનો સામનો કરવો પડી શકે છે,


પર્સમાં કઈ રાખવી ન જોઈએ



  • તમે જે પણ પર્સ તમારી પાસે રાખો છો, તે કોઈ પણ જગ્યાએથી ફાટી ન જાય તેનું ખાસ ધ્યાન રાખો. વાસ્તુશાસ્ત્ર અનુસાર ફાટેલું પર્સ તમારી આર્થિક સ્થિતિ પર હુમલો કરે છે.

  • ઘણીવાર જોવામાં આવે છે કે લોકો નોટોને પર્સમાં ખરાબ રીતે વાળીને રાખે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ આમ કરવું બિલકુલ યોગ્ય નથી. નોટને હંમેશા પર્સમાં યોગ્ય રીતે રાખો.

  • જૂના બિલો પર્સમાં ક્યારેય ન રાખો, પછી ભલે તે ગમે તે બિલ હોય. કારણ કે આ બિલ નકારાત્મક ઉર્જાને પ્રોત્સાહન આપે છે. જે તમારા આર્થિક જીવન પર પણ સંકટ ઉભું કરે છે.

  • પર્સમાં ગુસ્સો, ઇર્ષા, વિરોધની લાગણી દર્શાવતી હોય તેવી તસવીરો પણ ન રાખો છે. ઉપરાંત, તેમને ઘરની અંદર ન લાવો, કારણ કે આવી તસવીરો આપણી આસપાસ ખરાબ ઉર્જાનો વિકાસ કરે છે.

  • પર્સમાં ભગવાનની તસવીર ન રાખવી, કારણ કે પર્સ દરેક જગ્યાએ લઇ જવાય છે. ક્યારેક પર્સને ગંદા હાથે અડવું પડે છે. એવું માનવામાં આવે છે કે આનાથી માતા લક્ષ્મી નારાજ થાય છે અને તમારે પૈસાની સમસ્યા તેમજ દેવાના બોજનો સામનો કરવો પડી શકે છે.

  • ઘણીવાર લોકો પોતાના પર્સમાં ચાવી રાખે છે, જે વાસ્તુ અનુસાર યોગ્ય નથી. આનાથી ધનની કમી થઈ શકે છે.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.