Vastu Tips: આજથી જ કરો તુલસીનો આ ઉપાય, મનોવાંછિત ઈચ્છા થશે પૂરીને તમામ મુશ્કેલી થઈ જશે ગાયબ

Tulsi Upay: તુલસીને ભગવાન વિષ્ણુની પ્રિય પણ કહેવામાં આવે છે. હિંદુ ધર્મમાં દરેક ધાર્મિક અને શુભ કાર્યમાં તુલસી પૂજાનું વિશેષ મહત્વ છે.

Continues below advertisement

Vastu Tips Tulsi Upay: હિંદુ ધર્મમાં ધાર્મિક દ્રષ્ટિકોણથી તુલસીને ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે. તુલસીને ભગવાન વિષ્ણુની પ્રિય પણ કહેવામાં આવે છે. હિંદુ ધર્મમાં દરેક ધાર્મિક અને શુભ કાર્યમાં તુલસી પૂજાનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે તુલસીના પાન વિના ભગવાન વિષ્ણુની પૂજા અધૂરી છે. તુલસી વિના શ્રી હરિને આનંદ થતો નથી. કહેવાય છે કે ઘરમાં તુલસીનો છોડ લગાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે. તુલસીના કેટલાક ઉપાયો કરવાથી જીવનમાં ખુશીઓ આવે છે અને દરેક મનોકામના પૂર્ણ થતી હોવાનું કહેવાય છે.

Continues below advertisement

તુલસીના ઉપાય

  • રવિવારે તુલસીને દૂધ ચઢાવો અને તેમની પાસે ઘીનો દીવો કરો. આમ કરવાથી ઘરમાં હંમેશા દેવી લક્ષ્મીજીનો વાસ રહે છે અને ઘરમાં હંમેશા શાંતિ બની રહે છે.
  • જો દીકરીના લગ્નમાં મુશ્કેલી આવી રહી હોય કે લગ્ન વારંવાર તૂટતા હોય તો નિયમિત રીતે દીકરીના હાથે તુલસીને જળ ચઢાવવાનું શરૂ કરો. જળ અર્પણ કર્યા પછી તુલસીની સામે તમારા હાથ જોડીને તમારી મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરો.
  • ઘરની દક્ષિણ-પૂર્વ દિશામાં તુલસીનો છોડ વાવો અને નિયમિત પાણી અર્પણ કરીને ઘીનો દીવો પ્રગટાવો. આમ કરવાથી ઘરના તમામ વાસ્તુ દોષ દૂર થાય છે.
  • જો ધંધામાં નુકસાન થતું હોય તો દર શુક્રવારે તુલસીમાં કાચું દૂધ અર્પિત કરીને મીઠાઈ ચઢાવો. બચેલો પ્રસાદ કોઈ સૌભાગ્યવતીને દાન કરો. લાભ થશે.
  • પાણીથી ભરેલા પિત્તળના વાસણમાં 4 કે 5 તુલસીના પાન નાખો. તે પછી તેને આખો દિવસ અને રાત એટલે કે 24 કલાક રાખો. સ્નાન કર્યા પછી બીજા દિવસે આ પાણીને મુખ્ય દરવાજા સહિત આખા ઘર પર છાંટવું. તેનાથી તમામ અવરોધો દૂર થશે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Continues below advertisement
Sponsored Links by Taboola