ઘરમાં ભગવાન શિવની પ્રતિમા કે તસવીર લગાવવાની સૌથી ઉત્તમ દિશા ઉત્તર છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવનું નિવાસ સ્થાન કૈલાશ પર્વત ઉત્તર દિશામાં છે, તેથી તેમની તસવીર કે પ્રતિમા ઉત્તર દિશમાં લગાવવાની સલાહ આપવામાં આવે છે. આમ કરવાની ઘરમાંથી એક વિશેષ પ્રકારની ઉર્જાનો સંચાર થાય છે.
ભગવાન શિવની કેવી પ્રતિમા લગાવવી જોઈએ
ઘરમાં ભગવાન શિવની પ્રસન્ન મુદ્રામાં બેઠા હોય કે નંદી સાથે ધ્યાન મુદ્રામાં બેઠા હોય તેવી તસવીર લગાવવી જોઈએ. આવી તસવીર લગાવવાથી ઘરના સભ્યોમાં પરસ્પર પ્રેમ વધે છે.
આવી પ્રતિમા ખુબ શુભ માનવામાં આવે છે
વાસ્તુશાસ્ત્ર મુજબ, ભગવાન શિવની સાથે માતા પાર્વતી, બંને પુત્રો (કાર્તિકેય અને ગણેશ) બિરાજમાન હોય તેવી પ્રતિમા કે તસવીર લગાવવાથી તમામ કાર્યો પૂરા થાય છે અને પરિવારમાં ખુશી બનેલી રહે છે.
ભારતીય ક્રિકેટ ટીમમાં છોકરીઓ જેવા લાંબા વાળવાળો આ કોણ છે ? જાણો ટીમમાં શું છે તેનો રોલ ?
રાશિફળ 30 ડિસેમ્બરઃ મિથુન, સિંહ, મકર રાશિના જાતકો આ વાતોનું રાખો ધ્યાન, જાણો આજનું રાશિફળ