ગોસ્વામી ભૂપેશકુમાર (શ્રી વિશાલ બાવા સાહેબ) અને એ.એસ ઐશ્વર્ય લક્ષ્મી (દીક્ષિતા વહુ)ના પુત્રના નામકરણ સમારંભ યોજાયો હતો. સમારંભ બપોરે મુંબઇના તિલકાયત આવાસ ખાતે રાખવામાં આવ્યો હતો. વલ્લભકુળના નવા વારસદારને નામ આપવામાં આવ્યું હતું. તેમને અધિકૃત દસ્તાવેજો પર નામ અધિરાજ ગોસ્વામી રહેશે જ્યારે વૈષ્ણવ સમાજ તેમને પ્રેમથી લાલ બાવા સંબોધશે.
એચ.એચ શ્રીમાન તિલકાયત મહારાજ અને એ.એસ રાજેશ્વરી બહુજી, એ.એસ પદ્મિની બેટિજી, તેમના પતિ, એ.એસ પ્રિયમવદા બેટિજી અને તેમના પતિ દ્ધારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. તથા સમસ્ત વલ્લભકુળનો પરિવારે પણ નવજાતને આશીર્વાદ આપ્યા હતા.
Chi. Shri Lal Govindji IVનો જન્મ વિક્રમ સંવત 2075 ચૈત્ર કૃષ્ણ સપ્તમી (27 માર્ચ 2019)ના રોજ થયો હતો. તેમની છઠ્ઠી પૂજન મુંબઇમાં એક એપ્રિલના રોજ રાખવામાં આવ્યુ હતું. તેઓ શ્રી વલ્લભચાર્યજીના 19મા અગ્નિ કુલ વંશ છે.