ગણેશ ઉત્સવ ઉજવવા પાછળનું સાચું કારણ જણાવતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે ગણેશજીની પ્રિય વસ્તુઓ  અને મહિમા જાણી  ગણેશજીને રિઝવવા માટે આ ગણેશ ચર્તુર્થી પર  આ ચીજોના ઉપયોગથી ગણેશજીની પૂજા કરશો ગણેશજી જરુર પ્રસન્ન થશે.   


ગણેશ ચતુર્થીએ સ્થાપના માટેનું સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત 


સવારે 11-05 થી બપોરે 1 -42 મિનિટ સુધી છે 


સતિયુગમાં ભગવાન ગણેશજીનું પ્રાગટ્ય  ભાદરવાની શુકલ ચતુર્થીના દિવસે માતા પાર્વતી દ્વારા  થયું હતું. જે કાર્ય ના આશયથી ગણેશજીની સ્થાપના કરવામાં આવે તે આશય માટે સંકલ્પ કરી ગણેશ મહોત્સવમાં પૂજા શરૂ કરવાથી મનોકામના પૂર્ણ થાય છે અને પૂજા ફળે છે. 


આ દિવસથી ગણેશજીનું પર્વ શરૂ કરવાનું મહત્વ છે. ગણેશ ચતુર્થીથી અનંત ચૌદશ સુધી આ પર્વે  સાચી ભક્તિ અને શ્રદ્ધાથી ગણેશજીની સ્થાપના કરી જે પૂજન અર્ચન કરે છે તેના  તમામ પ્રકારના વિઘ્નો અને સંકટો દુર થાય  છે.  બુદ્ધિ અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે એવો લાખો ભક્તોનો અનુભવ છે.  


ગણેશ ચતુર્થી મહત્વ આ ચાર મુખ્ય ઘટનાઓને કારણે છે અને તેથી જ ગણેશ ઉત્સવ ઉજવાય છે 


1 ગણેશજીનું પ્રાગટ્ય માતા પાર્વતીએ આ દિવસે પોતાના શરીરના મેલ કાચી માટી અને ભગવાન શિવ દ્વારા આપેલ મંત્ર દ્વારા કર્યું હતું ભગવાન ગણેશનું પ્રથમ નામ વિનાયક હતું 


2 કહેવાય છે કે યોગાનું યોગ આજ દિવસે વિનાયકને  ભગવાન શીવે હાથીનું મસ્તક લગાવી સજીવન કર્યા હતા અને ગણેશ નામ અપાયું હતું 
 
3 ગણેશ ચતુર્થી થી ચૌદસ સુધી ૧૦ દિવસ  ગણેશજીએ  મહાભારત ગ્રંથ ની રચના વેદવ્યાસ જી સાથે કરી હતી  તેથી ગણેશ ઉત્સવ મનાવાય છે



4 ગણેશ ચતુર્થીએ સ્થાપના કરી અનંત ચૌદશ સુધી સાચી ભક્તિ અને શ્રદ્ધાથી  જે પૂજન અર્ચન કરે છે તેના તમામ પ્રકારના વિઘ્નો અને સંકટો દુર થાય છે વર્ષ પરિયંત કાર્ય સફળતા મળે છે  સુખ શાંતિ મળે છે.


શાસ્ત્રો અનુસાર ગણેશ ચતુર્થીએ માટીના ગણપતિની સ્થાપના કરવાનો જ સાચો મહિમા છે અને તે જ ઉત્તમ ફળ પ્રદાન કરે છે. 


ગણેશ પરિવાર
પિતા- ભગવાન શિવ
માતા- ભગવતી ઉમા 
ભાઈ- શ્રી કાર્તિકેય
બહેન- ઓખા
પત્ની- ૧.રિદ્ધિ ૨. સિદ્ધિ 
પુત્ર-  ૧. શુભ ૨. લાભ


ગણેશજીના પત્ની કોણ હતા ?


શાસ્ત્ર અનુસાર દેવતાઓના શિલ્પી વિશ્વકર્માજીની બે કન્યાઓ રિદ્ધિ અને સિદ્ધિ  શ્રી ગણેશજીની પત્નીઓ છે.  સિદ્ધિએ લાભને અને રિદ્ધિએ શુભને જન્મ આપ્યો હતો. 


ગણેશજી કલ્યાણકારી ૧૨ નામ નિત્ય જાપ કરવાથી વિઘ્નો દૂર રહે છે


સુમુખ: ઓમ સુમુખાય નમઃ, એકદંત :ઓમ એકદંતાય નમઃ, કપિલ :ઓમ કપિલાય નમઃ, ગજકર્ણક: ઓમ ગજકણકાય નમઃ, 
લંબોદર: ઓમ લાંબોદરાય નમઃ, વિકટ: ઓમ વિકટાય નમઃ, ઓમ વિઘ્નહર્તા: ઓમ વિઘ્નહર્તા નમઃ વિનાયક: ઓમ વિનાયકાય નમઃ, ધૂમ્રકેતુ: ઓમ ધુમ્રકેતવે નમઃ, ગણાધ્યક્ષ: ઓમ ગણાધ્યક્ષ્યાય નમઃ,  ભાલચંદ્ર: ઓમ ભાલચંદ્રય નમઃ,  ગજાનન: ઓમ ગજાનનાય નમઃ
 
ગણેશ પૂજાની પ્રિય સામગ્રી જેના દ્વારા ગણેશજીની પૂજા કરતા ગણેશજી  પ્રસન્ન થાય છે. 
પ્રિય પ્રસાદ  (મિષ્ઠાન્ન)-અનેક પ્રકારના મોદક, ચુરમાના લાડુ અને ગોળ 
પ્રિય પુષ્પ- લાલ પીળા રંગનાં જાસૂદ  ,ગુલાબ , હજારીગલ ના ગલગોટા 
પ્રિય વનસ્પતિ - દુર્વા - ધરો શમી-પત્ર
ગણેશ પૂજન માં તુલસીનો ઉપયોગ ના કરવો


ગણેશ પ્રિય મંત્ર


ઓમ ગં ગણપતયે નમઃ


ઓમ એક દંતાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તનો દંતિ પ્રચોદયાત્


ઓમ ગં ગણપતયે સર્વ કાર્ય સિદ્ધિ કુરુ કુરુ સ્વાહા 
ઓમ ગ્લૌમ  ગં ગણપતયે નમઃ


ગણેશજી - જલ તત્વનાં અધિપતિ છે અને ગંગાજળ  મિશ્રિત જળથી સ્નાન ખુબ પ્રિય છે.  ગણેશ સ્થાપન પાસે જલ ભરેલ કળશ રાખવાથી ગણેશજી પ્રસન્ન રહે છે. 


ગણેશજી - બુધ અને કેતુ ગ્રહના અધિપતિ છે


ગણેશજીના  અસ્ત્ર


પ્રમુખ અસ્ત્ર-  પાશ, અંકુશ,અને પરશુ છે ,


ગણેશજીના અન્ય શણગારમાં શંખ કમળ પુષ્પ  ચક્ર  ગદા અને નાગ છે.


ઉપરોક્ત ગણેશજીની ચીજો સામગ્રીઓ દ્વારા આ 10 દિવસમાં યથાશક્તિ ગણેશ પૂજન કરવાથી જીવનના દૂર થાય છે અને ધન સમૃદ્ધિ એશ્વર્ય અને કાર્ય સિદ્ધિની પ્રાપ્તિ થાય છે ઘરમાં શુભ અને મંગલ પ્રસંગ આવે છે.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.