સોમવાર મહાદેવને સમર્પિત છે, આ દિવસે ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. સોમવારના દિવસે કરવામાં આવેલા ઉપાય શિવજીને પ્રસન્ન કરે છે અને ભક્તો પર કૃપા બની રહે છે. કહેવાય છે કે જે ભક્તો પર મહાદેવની કૃપા વરસે છે તેમના જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા આવતી નથી. આ સાથે જ શિવજીની ઉપાસના કરનારા લોકો માલામાલ થઈ જાય છે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર ભોલેનાથ પોતાના ભક્તોથી જલ્દી પ્રસન્ન થાય છે. સોમવારની પૂજાનું વિશેષ મહત્વ છે. 


સોમવારના દિવસે ભગવાન શિવને આ રીતે કરો પ્રસન્ન 


જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે લોકોની રાશિમાં શનિ, રાહુ-કેતુનો પ્રભાવ હોય છે. તેમને કાળા તલનો દિવો કરવાથી લાભ થાય છે. 
 
સોમવારના દિવસે ઘીનો દીવો કરવાથી આખુ વર્ષ પૈસાની કમી નહીં થાય. ઘીના દિવા ભગવાન ભોલેનાથના સામે કરવાથી તે ખૂબ જ જલ્દી પ્રસન્ન થાય છે. 


સોમવારના દિવસે સ્નાન કરી શિવ મંદિર કે ઘરના મંદિરમાં મહામૃત્યુંજય મંત્રનો જાપ 108 વખત કરો.


સોમવારના દિવસે શિવ મંદિર જાઓ અને શિવલિંગ પર બિલિપત્ર, અક્ષત, ચંદન, ધતૂરા અને આંકડાના ફૂલ અર્પિત કરો. તેનાથી ભગવાન શિવ જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને ભક્તોની બધી મનોકામના પૂર્ણ કરે છે.
 
જો તમે કુંડળીમાં અશુભ ગ્રહો જેમ તે રાહુ-કેતુના પ્રભાવોને ઓછો કરવા માંગો છો તો આ દિવસે જળમાં કાળા તલ મિક્સ કરીને ભગવાન શંકરને અર્પિત કરો.


તમારા ઘરની નજીક સ્થિત શિવ મંદિરમાં જઈ ભગવાન ભોળાનાથને ગંગા જળ,  દૂધ, દહીં, મધથી અભિષેક કરો. ભોળાનાથનો રુદ્રાભિષેક કરતી વખતે ઓમ નમઃ શિવાય મંત્રનો સતત જાપ કરતા રહો. બાદમાં શિવલિંગ પર બિલિપત્ર, ભાંગ, ધતુરા અને શમીપત્ર ચઢાવો. ભગવાન શિવને ફળ અને ફૂલ અર્પણ કર્યા બાદ શિવ ચાલીસાનો પાઠ કરો અને ભગવાન શિવની આરતી કરો. સોમવારના દિવસે કરવામાં આવેલા ઉપાય શિવજીને પ્રસન્ન કરે છે અને ભક્તો પર કૃપા બની રહે છે. 


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતાઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.