બ્રહ્માંડમાં દરેક વસ્તુ કે પ્રાણીઓની જોડી છે. જેમ કે, રાત અને દિવસ, અંધકાર અને પ્રકાશ, સફેદ અને કાળુ, અમીર અને ગરીબ અથવા પુરુષ અને સ્ત્રી વગેરેની ગણતરી કરી શકાય છે. બધી વસ્તુઓ પોતાની જોડીમાં સાર્થક છે અથવા તો એકબીજાના પૂરક છે. બંને એકબીજા પર નિર્ભર છે. આજ રીતે દૃશ્ય અને અદૃશ્ય જગતની પણ જોડી છે. દૃશ્ય જગત તે છે જે આપણે જોઈએ છીએ અને અદ્રશ્ય જગત તે છે જે આપણે જોઈ શકતા નથી. આ એકબીજા પર નિર્ભર પણ છે અને એકબીજાના પૂરક છે. પિતૃ લોક પણ અદૃશ્ય જગતનો એક ભાગ છે અને પોતાની સક્રિયતા માટે દૃશ્ય જગતના શ્રાદ્ધ પર  નિર્ભર છે.


ધાર્મિક ગ્રંથો અનુસાર શ્રાદ્ધના સોળ દિવસોમાં લોકો તેમના પૂર્વજોને જળ અર્પણ કરે છે અને તેમની પુણ્યતિથિ પર શ્રાદ્ધ કરે છે. એવું માનવામાં આવે છે કે શ્રાદ્ધ દ્વારા પિતૃઓનું ઋણ ચૂકવવામાં આવે છે. વર્ષના કોઈપણ મહિના અને તિથિમાં મૃત્યુ પામેલા પિતૃ માટે પિતૃપક્ષની એ તારીખે શ્રાદ્ધ કરવામાં આવે છે. 


પૂર્ણિમા પર મૃત્યુ થવાને કારણે ભાદ્રપદ શુક્લ પૂર્ણિમાના દિવસે શ્રાદ્ધ કરવાની પરંપરા છે. આ દિવસથી મહાલય (શ્રાદ્ધ)ની શરૂઆત માનવામાં આવે છે. શ્રાદ્ધ એટલે જે કંઈ પણ ભક્તિ સાથે આપવામાં આવે છે. પિતૃપક્ષ દરમિયાન શ્રાદ્ધ કરવાથી પિતૃઓ વર્ષભર પ્રસન્ન રહે છે. ધાર્મિક શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે  પૂર્વજોના પિંડનું દાન કરનારા ગૃહસ્થ લાંબુ આયુષ્ય, પુત્ર-પૌત્ર, કીર્તિ, સ્વર્ગ, પુષ્ટિ, બળ, લક્ષ્મી, પશુ, સુખ-સંપત્તિ વગેરેની પ્રાપ્તિ કરે છે.


શ્રાદ્ધમાં પૂર્વજોને આશા રહે છે કે તેમના પુત્રો અને પૌત્રો પિંડ દાન અને તિલાંજલિ પ્રદાન કરી સંતુષ્ટ કરશે. આ આશા સાથે તેઓ પિતૃલોકથી પૃથ્વીલોક પર આવે છે. આ જ કારણ છે કે હિંદુ ધાર્મિક ગ્રંથોમાં દરેક હિંદુ ગૃહસ્થને પિતૃ પક્ષ દરમિયાન ચોક્કસપણે શ્રાદ્ધ કરવાનું કહેવામાં આવ્યું છે.


શ્રાદ્ધ સાથે જોડાયેલી ઘણી એવી વાતો છે જે બહુ ઓછા લોકો જાણે છે. પરંતુ શ્રાદ્ધ કરતા પહેલા આ વાતો જાણવી ખૂબ જ જરૂરી છે કારણ કે ક્યારેક જો તમે યોગ્ય રીતે શ્રાદ્ધ નથી કરતા તો પિતૃઓ તમને શ્રાપ પણ આપે છે. આજે અમે તમને શ્રાદ્ધ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જણાવી રહ્યા છીએ, જે આ પ્રમાણે છે. 


1- શ્રાદ્ધકર્મમાં ગાયનું ઘી, દૂધ અથવા દહીંનો ઉપયોગ કરવો જોઈએ. એ ધ્યાનમાં રાખો કે ગાયને વાછરડાનો જન્મ થયો હોય તેને દશ દિવસથી વધુ સમય  થઈ ગયો હોવો જોઈએ.  જે ગાયે દસ દિવસમાં વાછરડાને જન્મ આપ્યો છે તેનું દૂધ શ્રાદ્ધ વિધિમાં ન વાપરવું જોઈએ.


2- શ્રાદ્ધમાં ચાંદીના વાસણોનો ઉપયોગ અને દાન પુણ્યદાયક તો છે જ રાક્ષસોનો નાશ કરનાર પણ માનવામાં આવે છે. જો પિતૃઓને ચાંદીના વાસણમાં માત્ર પાણી આપવામાં આવે તો તે અક્ષય તૃપ્તિકારક હોય છે. પિતૃઓ માટે અર્ઘ્ય, પીંડ અને ભોજનના વાસણો ચાંદીના બનેલા હોય તો તે વધુ સારું માનવામાં આવે છે.


3- શ્રાદ્ધમાં  બ્રાહ્મણને ભોજન કરાવતા સમયે  પીરસવાના વાસણોને બંને હાથે પકડવા જોઈએ, એક હાથે લાવેલા  વાસણોમાંથી ભોજન રાક્ષસો છીનવી લે છે.


4- બ્રાહ્મણને ભોજન મૌન રહીને વ્યંજનોની પ્રશંસા કર્યા વગર કરાવવુ જોઈએ કારણ કે  પૂર્વજો ત્યાં સુધી જ ભોજન ગ્રહણ કરે છે જ્યાં સુધી બ્રાહ્મણ મૌન રહીને ભોજન કરે. 


5- જે પિતૃઓ શસ્ત્ર વગેરેથી માર્યા ગયા હોય તેમનું શ્રાદ્ધ મુખ્ય તિથિના  ચતુર્દશી પર કરવું જોઈએ. તેઓ આનાથી પ્રસન્ન થાય છે. શ્રાદ્ધ ગુપ્ત રીતે કરવું જોઈએ. પિંડ દાન પર સાધારણ કે નીચ મનુષ્યોની દ્રષ્ટિ પડવાથી તે પૂર્વજો સુધી પહોંચતું નથી.


6- શ્રાદ્ધ દરમિયાન બ્રાહ્મણને ભોજન કરાવવું જરૂરી છે જો કોઈ વ્યક્તિ બ્રાહ્મણ વિના શ્રાદ્ધ કરે છે તો તેના પિતૃઓ તેના ઘરમાં ભોજન નથી કરતા અને તેને શ્રાપ આપીને પાછા ફરે છે. બ્રાહ્મણ વગર શ્રાદ્ધ કરવાથી વ્યક્તિ મહાપાપી હોય છે.


7- શ્રાદ્ધમાં જવ, કંગણી અને સરસવનો ઉપયોગ શ્રેષ્ઠ છે. તલની માત્રા વધુ હોય તો શ્રાદ્ધ અક્ષય બની જાય છે. વાસ્તવમાં તલ  રાક્ષસોથી શ્રાદ્ધને બચાવે છે. કુશા (ઘાસનો એક પ્રકાર) રાક્ષસોથી રક્ષણ કરે છે.


8- બીજાની ભૂમિ પર શ્રાદ્ધ ન કરવું જોઈએ. જંગલો, પર્વતો, તીર્થસ્થાનો અને મંદિરો કોઈની જમીન ગણાતા નથી કારણ કે તે કોઈની માલિકી ગણાતા નથી. તેથી આ સ્થાનો પર શ્રાદ્ધ કરી શકાય છે.


9- જો વ્યક્તિ દેવકાર્ય માટે બ્રાહ્મણની પસંદગી કરતી વખતે ન વિચારે, પરંતુ પૂર્વજોના કાર્ય માટે યોગ્ય બ્રાહ્મણની જ પસંદગી કરવી જોઈએ કારણ કે શ્રાદ્ધમાં પિતૃઓની તૃપ્તિ બ્રાહ્મણો દ્વારા જ થાય છે.


10- જો કોઈ વ્યક્તિ કોઈ કારણસર એક જ શહેરમાં રહેતી પોતાની બહેન, જમાઈ અને ભાણેજને શ્રાદ્ધમાં ભોજન નથી કરાવતા, તેને ત્યાં પિતૃઓની સાથે દેવતાઓ પણ ભોજન ગ્રહણ કરતા નથી.


11- શ્રાદ્ધ કરતી વખતે જો કોઈ ભિખારી આવે તો તેને સન્માનપૂર્વક ભોજન કરાવવું જોઈએ. જે વ્યક્તિ આવા સમયે પોતાના ઘરે આવનાર ભિખારીને ભગાવી દે છે, તેની શ્રાદ્ધ વિધિ પૂર્ણ માનવામાં આવતી નથી અને તેનુ ફળ પણ નષ્ટ પામે છે.


12- શુક્લપક્ષમાં રાત્રિમાં  બે દિવસ (એક જ દિવસે બે તિથિઓનો યોગ)માં અને કોઈના જન્મદિવસ પર ક્યારેય શ્રાદ્ધ ન કરવું જોઈએ. ધાર્મિક ગ્રંથો અનુસાર, સાંજનો સમય રાક્ષસો માટે હોય છે, આ સમય તમામ પ્રવૃત્તિઓ માટે નથી. તેથી સાંજે શ્રાદ્ધ ન કરવું જોઈએ.


13- શ્રાદ્ધમાં પ્રસન્ન પિતૃગણ  મનુષ્યોને પુત્ર, ધન, વિદ્યા, ઉંમર, આરોગ્ય, સાંસારિક સુખ, મોક્ષ અને સ્વર્ગ પ્રદાન કરે છે. શ્રાદ્ધ માટે શુક્લ પક્ષ કરતાં કૃષ્ણ પક્ષ શ્રેષ્ઠ માનવામાં આવે છે.


14- રાત્રિને રાક્ષસી સમય માનવામાં આવે છે. તેથી શ્રાદ્ધ વિધિ રાત્રે ન કરવી જોઈએ. બંને સંધ્યાઓ સમયે પણ શ્રાદ્ધ ન કરવું જોઈએ. દિવસના આઠમા મુહૂર્ત (કુતપકાલ) માં પૂર્વજોને આપવામાં આવેલું દાન અક્ષય હોય છે.


15- શ્રાદ્ધમાં આ વસ્તુઓ હોવી જરૂરી છે - ગંગા જળ, દૂધ, મધ, દૌહિત્ર, કુશ અને તલ. કેળાના પાન પર શ્રાદ્ધ કરવું નિષેધ છે. સોના, ચાંદી, કાંસા અને તાંબાના વાસણો શ્રેષ્ઠ છે. તેના અભાવમાં પિતળનો ઉપયોગ કરી શકાય છે.


16- તુલસીથી પિતૃઓ પ્રસન્ન થાય છે. એક ધાર્મિક માન્યતા છે કે પૂર્વજો ગરુડ પર સવાર થઈને વિષ્ણુ લોકમાં જાય છે. તુલસી સાથે પિંડની પૂજા કરવાથી પૂર્વજો પ્રલયકાળ સુધી સંતુષ્ટ રહે છે.


17- રેશમ, ધાબળો, ઊન, લાકડું, ઘાસ, પાંદડા, કુશ વગેરેથી બનેલા આસન શ્રેષ્ઠ છે. આસનમાં લોખંડનો ઉપયોગ કોઈપણ રૂપમાં ન કરવો જોઈએ.
 
18- ચણા, મસૂર, અડદ, કુલથી, સત્તુ, મૂળા, કાળું જીરું, કચનાર, કાકડી, કાળા અડદ, કાળું મીઠું, દૂધી, મોટી સરસવ, કાળા સરસવના પાન અને વાસી, અશુદ્ધ ફળો કે અનાજ શ્રાદ્ધમાં નિષેધ છે.


19- ભવિષ્ય પુરાણ અનુસાર, શ્રાદ્ધ  12 પ્રકારના હોય છે, જે આ પ્રમાણે છે-


1- નિત્ય, 2- નૈમિત્તિક, 3- કામ્ય, 4- વૃદ્ધિ, 5- સપિંડન, 6- પાર્વણ, 7- ગોષ્ઠી, 8- શુદ્ધર્થ, 9- કર્માંગ, 10- દૈવિક, 11- યાત્રાર્થ, 12- પુષ્ટયર્થ


20- શ્રાદ્ધના મુખ્ય અંગ આ પ્રકારે છે : 


તર્પણ- તેમાં દૂધ, તલ, કુશ, ફૂલ અને સુગંધ મિશ્રિત જળ આપવામાં આવે છે. શ્રાદ્ધપક્ષમાં તેને દરરોજ કરવાનો નિયમ છે.
ભોજન અને પિંડ દાન - પિતૃના નિમિત બ્રાહ્મણોને ભોજન આપવામાં આવે છે. શ્રાદ્ધ કરતી વખતે ચોખા અથવા જવના અનાજનું પણ દાન કરવામાં આવે છે.
વસ્ત્રોનું દાન- વસ્ત્રોનું દાન કરવું એ પણ શ્રાદ્ધનું મુખ્ય લક્ષ્ય છે.
દક્ષિણા દાન- યજ્ઞની પત્ની દક્ષિણા છે, જ્યાં સુધી અન્ન-વસ્ત્ર અને દક્ષિણા આપવામાં ન આવે ત્યાં સુધી તે ફળ નથી મળતું.


21 - શ્રાદ્ધની તિથિ પહેલા જ યથાશક્તિ વિદ્વાન બ્રાહ્મણોને ભોજન માટે આમંત્રિત કરો. શ્રાદ્ધના દિવસે ભોજન માટે આવનાર બ્રાહ્મણોને દક્ષિણ દિશામાં બેસાડો.


22- પૂર્વજોની પસંદગીનું ભોજન દૂધ, દહીં, ઘી અને મધ સાથે  અનાજમાંથી બનાવવામાં આવતી વાનગીઓ જેમ કે ખીર છે. તેથી બ્રાહ્મણોને આવુ ભોજન આપવાનું વિશેષ ધ્યાન રાખો.


23- તૈયાર ભોજનમાંથી ગાય, કૂતરા, કાગડા, દેવતા અને કીડી માટે થોડો ભાગ રાખી દો. આ પછી, જળ, અક્ષત એટલે કે ચોખા, ચંદન, ફૂલ અને તલ લો અને બ્રાહ્મણો પાસેથી સંકલ્પ લો.


24- કૂતરા અને કાગડાઓ માટે રાખેલું ભોજન માત્ર કૂતરાઓ અને કાગડાને જ પીરસવુ જોઈએ, પરંતુ દેવતાઓ અને કીડીઓ માટેનું ભોજન ગાયને ખવડાવી શકાય છે. આ પછી જ બ્રાહ્મણોને ભોજન કરાવો. ભોજન બાદ બ્રાહ્મણોના કપાળ પર તિલક લગાવો અને તમારી ક્ષમતા અનુસાર વસ્ત્ર, અન્ન અને દક્ષિણા દાન કરીને આશીર્વાદ મેળવો.


25- જમ્યા પછી બ્રાહ્મણોને ઘરના દરવાજા સુધી આદર સાથે વિદાય કરો. કારણ કે એવું માનવામાં આવે છે કે પૂર્વજો પણ બ્રાહ્મણોની સાથે જાય છે. બ્રાહ્મણો ભોજન કર્યા પછી જ તમારા પરિવાર, મિત્રો અને સંબંધીઓને ભોજન કરાવો.


26- પિતાનું શ્રાદ્ધ માત્ર પુત્રએ જ કરવું જોઈએ. પુત્રની ગેરહાજરીમાં પત્ની શ્રાદ્ધ કરી શકે છે. જો પત્ની ન હોય તો સગા ભાઈએ અને તેની ગેરહાજરીમાં સપિંડો (પરિવારના)એ પણ શ્રાદ્ધ કરવું જોઈએ. જો એક કરતાં વધુ પુત્રો હોય તો સૌથી મોટા પુત્રે શ્રાદ્ધ કરવું જોઈએ કે અથવા સૌથી નાના દિકરાએ કરવું જોઈએ. 


આ લેખ તુષાર જોષી, ઓસ્ટ્રેલૉજર, રાજકોટ દ્વારા લખવામાં આવ્યો છે.