Diwali 2021, Maa Laxmi Ji ki Aarti: દિવાળીનું પર્વ અતિ મહત્વપૂર્ણ પર્વ છે. દિવાળીના પર્વને લોકો ઘરોમાં દીપક પ્રગટાવીને હર્ષોલ્લાસ સાથે મનાવે છે. પંચાગ મુજબ દિવાળીનું પર્વ કારતક માસની અમાવસ્યાએ એટલે આ વખતે 4 નવેમ્બરે મનાવવામાં આવે છે. દિવાળીના પર્વમાં મા લક્ષ્મી અને ગણેશની પૂજાનું વિશેષ મહત્વ છે. આ પૂજા વિશેષ ફળદાયી મનાય છે.મા લક્ષ્મીની પૂજા બાદ માની આરતી અવશ્ય કરવી જોઇએ. લક્ષ્મીજીની આરતી વિના પૂજા સંપૂર્ણ ફળદાયી નથી બનતી.
દિવાળીમાં લક્ષ્મી પૂજાનું શુભ મૂહુર્ત
કાર્તિક અમાવસ્યાની તિથિ 4 નવેમ્બર, ગુરૂવાર સવારે 6 વાગ્યાને 3મિનિટે શરૂ થશે અને 5 નવેમ્બરે 2 વાગ્યાના 44 મિનિટે સમાપ્ત થશે. આવામાં દિવાળીમાં લક્ષ્મી પૂજાનું શુભ મુહૂર્ત સાંજે 6 વાગ્યાને 9મિનિટથી રાત્રે 8 વાગ્યાને 20 મિનિટ સુધી છે.
આ વર્ષે દિવાળીમાં શું છે ખાસ?
જ્યોતિષ શાસ્ત્ર મુજબ દિવાળીના દિવસે ચાર મોટા ગ્રહ સૂર્ય, બુધ, મંગળ, ચંદ્રમા, તુલા રાશિમાં ગોચર કરશે. તુલા રાશિનો સ્વામી શુક્ર ગ્રહ છે. શુક્રવારનો દિવસ મા લક્ષ્મીને સમર્પિત હોય છે. તેથી તે દિવસે દિવાળીની રજા વિશિષ્ટ ફળદાયી નિવડશે. મા લક્ષ્મી અને ગણેશજીનું વિધિ વિધાનથી ષોડસપચારે પૂજન કર્યાં અને થાળ ધર્યા બાદ મા લક્ષ્મીની આરતીનું વિશેષ માહત્મય છે. કહેવાય છે કે,મા લક્ષ્મીની પૂજા બાદ જો આરતી ન થાય તો આ પૂજાને અધૂરી મનાય છે અને તે વિશેષ ફળદાયી નથી બનતી.
આ પણ વાંચો
Ratna Jyotish રંકને રાજા બનાવી શકે છે આ રત્ન, આ રીતે જાણો આપના માટે શુભ છે કે અશુભ
કુંડલી અને વાસ્તુ દોષને દૂર કરવાની સાથે દરેક વિઘ્નને હરે છે ગજાનન, આ વિધાનથી કરો સેવા પૂજા
સમુદ્ર શાસ્ત્ર: ભાગ્યશાળી હોય છે એ યુવતીઓ જેના શરીરમાં અહીં હોય છે તલ