મોંઘવારીના માર વચ્ચે ફરી એકવાર CNGના ભાવમાં પણ ભડકો થયો છે. ફરી ભાવ વધારો થતાં CNG રીક્ષા યુનિયને ભાવ વધારાની ચીમકી આપી છે.
CNGના ભાવમાં વધારો થતાં આખરે CNGથી ચાલતી રિક્ષાના યુનિયને ભાડું વધારવાની ચીમકી. આપી છે.. CNGના ભાવમાં ફરી રૂપિયા 5.50નો ભાવ વધારો ઝીંકાયો છે. ભાવ વધતાં
રિક્ષાચાલકોનાં યુનિયનો લડાઈ છેડવાના મૂડમાં છે. આ યુનિયન સોમવાર પછી સક્રિય થાય તેવા સંકેત જોવા મળી રહ્યાં છે.
CNGના ભાવમાં વધારો થતાં પાંડેસરા વિસ્તારમાં આ ભાવ વધારાનો વિરોધ જોવા મળ્યો.
પેટ્રોલ-ડિઝલ બાદ સી.એન.જી.ના ભાવમાં વધારો થતા રીક્ષા ચાલકોએ વિરોધ કર્યો છે. ઉલ્લેખનિય છે કે, CNGના ભાવો વધતા મધ્યમવર્ગના બજેટ પર સીધી જ અસર પડશે. સોમવારે સુરતમાં રીક્ષા ચાલકોએ રસ્તા પર ઉતરી સી.એન.જી.ના ભાવ વધારાનો વિરોધ નોંધાવ્યો છે. CNGથી ચાલતી રિક્ષા ચાલકના યુનિયનો ભાવ વધતાં 5 રૂપિયા રીક્ષા ભાડુ વધારવાની પણ ચીમકી ઉચ્ચારી છે.
મોંઘવારીએ માજા મૂકી છે. પેટ્રોલ ડિઝલ, CNG સહિતના ભાવમાં દરરોજ વધારો થઇ રહ્યો છે. હવે CNGના પણ પેટ્રોલ ડિઝલની જેમ સતત ભાવ વધી રહ્યાં છે. CNGના ભાવમાં 1.5 રૂપિયાનો વધારો થયો છે.
મોંઘવારીએ માજા મૂકી છે. પેટ્રોલ ડિઝલ, CNG સહિતના ભાવમાં દરરોજ વધારો થઇ રહ્યો છે. હવે CNGના પણ પેટ્રોલ ડિઝલની જેમ સતત ભાવ વધી રહ્યાં છે. CNGના ભાવમાં 1.5 રૂપિયાનો વધારો થયો છે. આજે CNGના ભાવમાં વધારો થતાં આખરે CNGના પ્રતિ કિલો ભાવ 62.99 પહોંચ્યો છે.CNGના ભાવમાં 1.5 રૂપિયાનો વધારો થતાં CNGના પ્રતિ કિલો ભાવ 62.99 પહોંચ્યાં છે. તો બીજી તરફ સતત પેટ્રોલ ડિઝલના ભાવમાં પણ વધારો થઇ રહ્યો છે.
આ વર્ષે 1 જાન્યુઆરીએ પેટ્રોલ 83.97 રૂપિયા અને ડીઝલ 74.12 રૂપિયા પ્રતિ લિટર હતું. હવે તે 104.79 રૂપિયા અને 93.52 રૂપિયા પ્રતિ લિટર છે. એટલે કે, 10 મહિનાથી ઓછા સમયમાં પેટ્રોલ 21 રૂપિયા અને ડીઝલ 20 રૂપિયા મોંઘુ થયું છે