Shrawan 2024: 5 ઓગસ્ટ 2024થી શ્રાવણ માસનો પ્રારંભ થયો. શ્રાવણ માસ મહાદેવને સમર્પિત છે. મંગળવાર, 3 સપ્ટેમ્બરના રોજ શ્રાવણ માસ સમાપ્ત થશે.  આ દિવસને શ્રાવણી અમાસ કહેવામાં આવે છે. શ્રાવણમાં શિવ આરાધનાનો મહિમા છે પણ શિવ પૂજાના પણ કેટલાક નિયમ છે. કેટલીક વસ્તુ શિવને અર્પિત કરવી વર્જિત છે.

Continues below advertisement

ભગવાન શિવને ભૂલથી પણ અર્પણ કરો આ પદાર્થ

  • ભગવાન શિવને આ વસ્તુઓ પસંદ નથી
  • ભગવાન શિવને ક્યારેય  નાળિયેરનું પાણી ન ચઢાવો.
  • ભગવાન શિવને તુલસીના પાન પણ ન ચઢાવવા જોઈએ.
  • મહાદેવની પૂજામાં કેતકી અને કેવડાનાં ફૂલ ચઢાવવું પણ વર્જિત છે.
  • મહાદેવની પૂજામાં શંખને નિષેધ માનવામાં આવે છે.
  • ભગવાન શિવને હંમેશા ચંદન લગાવવું જોઈએ. તેમને કુમકુમથી નહિ પરંતુ ચંદનથી તિલક કરવું જોઇએ.

ભગવાન શિવને પ્રિય છે આ પદાર્થ

Continues below advertisement

  • ભગવાન શિવને દૂધ ખૂબ જ પ્રિય છે. એવું માનવામાં આવે છે કે જ્યારે ભોલેનાથે સમુદ્ર મંથન દરમિયાન ઝેર પીધું હતું ત્યારે ઝેરના કારણે તેમનું શરીર બળવા લાગ્યું હતું. પછી તેની  બળતરાને  શાંત કરવા દેવતાઓએ તેને દૂધ અર્પણ કર્યું હતું.  દૂધ પીતાની સાથે જ મહાદેવના શરીરની બળતરા સમાપ્ત થઈ ગઈ. ત્યારથી મહાદેવને દૂધ ખૂબ પ્રિય છે.
  • ભગવાન શિવને આકડાના ફૂલો ખૂબ પ્રિય છે. આકડા ફૂલ ચઢાવવાથી ભગવાન શિવ જલ્દી પ્રસન્ન થાય છે.
  • કાનેરનું ફૂલ પણ ભગવાન શિવને ખૂબ પ્રિય છે. એવું માનવામાં આવે છે કે જો આ ફૂલ ચોમાસા દરમિયાન ભગવાન શિવની પૂજામાં ચઢાવવામાં આવે તો ભક્તની મનોકામના ચોક્કસપણે પૂર્ણ થાય છે.
  • આ ઉપરાંત ભગવાન શિવને ધતુરા, બિલ્વપત્ર, ચંદન, કેસર, ભાંગ, અત્તર, અક્ષત, ખાંડ, દહીં, ઘી, મધ, ગંગાજળ, શેરડીનો રસ પણ પ્રિય છે.