Vastu Tips:જો લાખ કોશિષ છતાં સફળતા ન મળતી હોય તો વાસ્તુ દોષ પણ આ નિષ્ફળતાનું કારણ હોઇ શકે છે. આપ ઘર, ઓફિસ, દુકાનમાં વાસ્તુ અનુસાર કેટલાક ફેરફાર કરીને કેટલીક સમસ્યાને સરળતાથી દૂર કરી શકો છો. જાણીતા જ્યોતિષાચાર્ય તુષાર જોશી પાસેથી સુખી લગ્નજીવન, સફળ વ્યવસાય અને સફળ કારર્કિદી માટેના વાસ્તુના ઉપાય જાણીએ...
- નવપરિણીત યુગલો જેઓ સંતાન પ્રાપ્તિનું સુખ ઈચ્છે છે. તેમણે તેમના બેડ રૂમમાં શ્રીકૃષ્ણનું બાળ સ્વરૂપ દર્શાવતું ચિત્ર લગાવવું જોઇએ.
- જો તમે તમારા વૈવાહિક સંબંધોને વધુ મજબૂત બનાવવા માંગો છો અને જો તમે તમારા બેડરૂમને ખુશીઓથી ભરપૂર બનાવવા માંગો છો તો નૃત્ય કરતા મોરનું ચિત્ર મૂકી શકો છો.
- પતિ-પત્નીના રૂમમાં ક્યારેય પૂજા સ્થાનન બનાવવવું જોઇએ. વાસ્તુશાસ્ત્રમાં બેડરૂરમાં દેવી-દેવતાઓના ચિત્રો મૂકવા વર્જિત છે. જો કે બેડરૂમમાં રાધા કૃષ્ણની તસવીર લગાવી શકો છો. આ સાથે વૈવાહિક સુખમાં વૃદ્ધિ કરવા માટે વાંસળી, શંખ, હિમાલય વગેરેના ચિત્રો પણ મૂકી શકો છો.
- કારકિર્દીમાં નિષ્ફળતા સતાવતી હોય તો સફળતા માટે ઉત્તર દિશામાં કૂદતી માછલી, ડોલ્ફિન અથવા માછલીઓની જોડીની તસવીર મુકી શકો છો. આ તસવીર સકારાત્મ ઉર્જાનો સંચાર કરે છે. જેનાથી તે માત્ર કારકિર્દી જ નહીં પરંતુ વ્યક્તિનીની બૌદ્ધિક ક્ષમતા પણ વધારે છે.
- તમારા બેડરૂમની પૂર્વ દિવાલ પર ઉગતા સૂર્યની તસવીર લગાવો, જે સકારાત્મક અસર સર્જશે. ઉપરાંત આ દિશામાં આપ ઉડતા પક્ષીઓની તસવીર પણ મુકી શકો છો. જે ઉલ્લાસ ઉર્જાનું પ્રતીક બની રહેશે. જે લોકોમાં આત્મવિશ્વસનો અભાવ છે. તેના માટે પણ આવી તસવીર સકારાત્મક અસર સર્જશે.
- દક્ષિણ દિવાલ પર સ્વર્ગસ્થ સંબંધીઓના ચિત્રો લગાવવાથી સુખ-સમૃદ્ધિમાં વધારો થશે. જો અગ્નિ ખૂણામાં રસોડું ન હોય તો યજ્ઞ તે ખૂણામાં કરવો જોઈએ.આ ખૂણા યજ્ઞ કરતા ઋષિની તસવીર લગાવો. રસોડામાં માતા અન્નપૂર્ણાનું ચિત્ર શુભ માનવામાં આવે છે.
- જો મુખ્ય દરવાજો વાસ્તુ અનુસાર ન હોય તો કોતરણી અને વેલ વગેરે સુશોભન કરવું શુભતાનું પ્રતીક મનાયછે.
- સ્ટડી રૂમમાં સરસ્વતી, હંસ, વીણાની તસવીર મૂકી શકો છો. તેનાથી અભ્યાસમાં એકાગ્રતા વધશે અને સફળતા મળે છે.
- ધંધા ઉદ્યોગમાં સફળતા ન મળતી હોય તો દુકાન કે ઓફિસમાં સફળ ઉદ્યોગપતિઓના ચિત્રો મૂકો.
- વાસ્તુના નિયમ મુજબ ક્યારેય દેવી-દેવતાઓ સાથે પૂર્વજોની તસવીરો ન લગાવો. આ વસ્તુ નકારાત્મક ઉર્જા ફેલાવે છે.
- દક્ષિણમુખી ઈમારતના દરવાજા પર સોનાના કે પિત્તળના નવ દરવાજા.નવગ્રહ યંત્ર સ્થાપિત કરો અને હળદરથી સ્વસ્તિક બનાવો. આ ટિપ્સ વાસ્તુ દોષ નિવારે છે, સ્વસ્તિક શુભતાનું પ્રતીક છે.
-તુષાર જોષી, જ્યોતિષાચાર્ય