Rajkot Crime News: રાજકોટના હાઇ પ્રોફાઈલ વિસ્તારમાં પત્નીના આડા સંબંધનો કરૂણ અંજામ આવ્યો છે. મૂળ મહારાષ્ટ્રના અને બાળકો સાથે ઘણા સમયથી રાજકોટ રહેતા કોન્ટ્રાક્ટર દ્વારા પત્નીની હત્યા કર્યા બાદ વીડિયો બનાવીને પોલીસ અને મીડિયાને જાણ કરી. વીડિયોમાં કહ્યું ભાગીદાર અને મિત્રએ મને દગો દીધો હતો. પોલીસને  ગુરુપ્પા જીરોલીના ઘરમાંથી દારૂ-બયર મળી આવ્યા હતા. 15 બોટલ વિદેશી દારૂ, 11 બિયરના ટીન મળી આવ્યા હતા. જેને લઈ પ્રોહિબિશનની કલમ હેઠળ ગુરુપ્પા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.


પત્નીને પતિના મિત્ર સાથે જ હતા આડાસંબંધ

રાજકોટના હાઇ પ્રોફાઈલ એવા જીવરાજ પાર્ક વિસ્તારમાં પત્નીના અનૈતિક સંબંધોના કારણે આખેઆખો પરિવાર વિખાઈ ગયો  હતો. અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં શાંતિવન નિવાસ એપાર્ટમેન્ટમાં પતિએ પત્નીની હત્યા કરી નાખી હતી. શાંતિવન નિવાસ એપાર્ટમેન્ટના B-103માં  અંબિકા ગુરૂપા જીરોલી નામની 34 વર્ષીય પરિણીતાની પતિ ગુરૂપા જીરોલીએ જ હત્યા કરી નાખી હતી. માથામાં 4 થી 5 પથ્થરના ઘા ઝીકી હત્યા કરી નાખી હતી. આરોપી ગુરૂપા મલ્લપા જીરોલીના પાર્ટનર અને મિત્ર નગાભાઈ હમીરભાઈ કામલીયાને પત્ની અંબિકા સાથે અનૈતિક સંબંધો હતા. આરોપી મૂળ મહારાષ્ટ્રનો વતની અને કર્ણાટકના બોર્ડર પર તેનું ગામ આવેલું છે.


પત્નીની હત્યા બાદ બનાવ્યા હતા બે વીડિયો


 આરોપી પતિ પોતાની પત્નીથી એટલો ત્રાસી ગયો હતો કે હત્યા કર્યા બાદ તેને પોલીસ અને મીડિયા અને સંબોધન કરી બે વીડિયો બનાવ્યા હતા.પોલીસને કન્ટ્રોલ રૂમ પર ફોન કરી પત્નીની હત્યા કરી હોવાની જાણ કરી હતી.વહેલી સવારે 4 વાગ્યે ઘરે આવતા પત્ની પોતાના પાર્ટનર નગાભાઈ સાથે હોવાથી શંકા દ્રઢ બની અને હત્યાને અંજામ આપ્યો હતો.પોલીસે ઘરમાંથી પથ્થરનો બ્લોક, લોહી લુહાણ હાલતમાં બેડ શીટ સંયોગિક પુરાવા રૂપે કબ્જે કરી  હતી. પોલીસ પહોંચતા આરોપી ગુરૂપા જીરોલી ઘરમાં જ હતો અને પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. હત્યા પાછળ અનૈતિક સબંધ જ કારણભૂત છે.પોલીસે નગા કામલીયાની પણ પૂછપરછ શરૂ કરી છે.


બે બાળકોના ભવિષ્ય પર સવાલો

પત્નીના આડા સંબંધ ના કારણે હાઇ પ્રોફાઈલ પરિવારનો માળો વિખાઈ ગયા બાદ બે બાળકોના ભવિષ્ય પર અનેક સવાલો ઊભા થયા છે. પોલીસ દ્વારા હત્યા કરનાર પતિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.