Ganesh Visarjan 2022 Date and Time: અનંત ચતુર્દશી તારીખ 9 સપ્ટેમ્બર 2022 છે. જાણો અનંત ચતુર્દશી પર ગણેશ વિસર્જનનો શુભ સમય અને શા માટે કરવામાં આવે છે ગણપતિ વિસર્જન.


દર વર્ષે ભાદ્રપદ માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ગણપતિને ઠેર ઠેર ધામધૂમથી બિરાજમાન કરવામાં આવે છે. 10 દિવસ સુધી બાપ્પાની પૂજા કરવામાં આવે છે. 31 ઓગસ્ટ 2022 ના રોજ, ગણેશ ચતુર્થી 2022 તારીખે ગણેશ જીનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો તેનું સ્થાપન કરાયું હતું.. હવે ભાદ્રપદ માસના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિએ અનંત ચતુર્દશીનો તહેવાર ઉજવવામાં આવશે.


આ વર્ષે અનંત ચતુર્દશી તારીખ 9 સપ્ટેમ્બર 2022 છે. આ દિવસે ભગવાન ગણેશને ઉત્સાહ સાથે વિદાય આપવામાં આવે છે, તેમની મૂર્તિને શુભ સમયે પાણીમાં વિસર્જન કરવામાં આવે છે. અનંત ચતુર્દશી તિથિ પર ભગવાન વિષ્ણુની પણ પૂજા કરવામાં આવે છે. આવો જાણીએ અનંત ચતુર્દશીના રોજ ગણેશ વિસર્જનનો શુભ સમય અને ગણપતિ વિસર્જન શા માટે કરવામાં આવે છે.


ગણેશ વિસર્જનના શુભ મુહૂર્ત


અનંત ચતુર્દશી  ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિ 08 સપ્ટેમ્બર 2022ને ગુરુવારે રાત્રે 09:02 કલાકે શરૂ થશે. બીજા દિવસે, 09 સપ્ટેમ્બર 2022, તે શુક્રવારે સાંજે 06:07 વાગ્યે સમાપ્ત થશે.



  • સવારે ગણેશ વિસર્જન મુહૂર્ત - સવારે 6.03 થી -10:44 સુધી

  • ગણેશ વિસર્જન બપોરે મુહૂર્ત - 12:18 થી 1:52 મિનિટ

  • ગણેશ વિસર્જન સાંજે મુહૂર્ત - સાંજે 5.00 કલાકે - 6.31 સુધી


શા માટે કરાઇ છે ગણેશ વિસર્જન


10 દિવસીય મહા ઉત્સવનું સમાપન અનંત ચતુર્દશીએ  થાય છે. પરંપરા અનુસાર, આ દિવસે ગણેશજીની મૂર્તિને  નદી, તળાવ અથવા ઘરે પાણીમાં વિસર્જિત કરાઇ છે.  પૌરાણિક કથા અનુસાર ગણપતિજીએ મહર્ષિ વેદ વ્યાસના કહેવાથી સરળ ભાષામાં મહાભારત લખ્યું હતું. ગણપતિએ ગણેશ ચતુર્થીથી આ કાર્યની શરૂઆત કરી અને 10 દિવસ સુધી રોકાયા વિના લખતા રહ્યાં. જ્યારે વેદ વ્યાસજીએ આંખો ખોલી તો તેમણે જોયું કે ગણેશજીના શરીરનું તાપમાન ખૂબ જ વધી ગયું છે. વ્યાસજીએ ગણેશજીના જળમાં ડૂબકી લગાવી. આ રીતે તેનું શરીર ઠંડું પડી ગયું. માન્યતા આ  મુજબ ત્યારથી અનંત ચતુર્દશીના દિવસે ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે.


Disclaimer: અહીં આપેલી સૂચના, માહિતી, માન્યતા કેટલીક જાણકારીને આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઇ પણ પ્રકારની માન્યતા, જાણકારી કે માહિતીની પુષ્ટી કરતું નથી. આ તમામ માન્યતાનું અમલીકરણ કરતાં પહેલા જે તે વિષયના નિષ્ણાતની સલાહ જરૂર લેવી.