Congress Rally: સાત સપ્ટેમ્બરથી 'ભારત જોડો યાત્રા' શરૂ થાય તે પહેલા કોંગ્રેસ મોંઘવારીથી લઈને બેરોજગારી અને GSTના મુદ્દે ભાજપ વિરુદ્ધ રામલીલા ગ્રાઉન્ડ પર જોવા મળશે. રામલીલા મેદાનમાં આજે યોજાનારી આ રેલીમાં કોંગ્રેસે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયાનો દાવો કર્યો છે. આ સાથે દેશભરમાંથી કોંગ્રેસના કાર્યકરો પણ આ રેલીમાં ભાગ લેવા પહોંચી રહ્યા છે. 






કોંગ્રેસના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓ રેલી પહેલા લગભગ 11 વાગ્યે મુખ્યાલયમાં એકઠા થશે. અહીં બધા બસમાં બેસીને રામલીલા મેદાન જવા રવાના થશે. કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટીએ આ રેલીની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે, ત્યારે પોલીસે પણ સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખાસ વ્યવસ્થા કરી છે.


ભારત જોડો યાત્રા 7 સપ્ટેમ્બરથી શરૂ થશે


કોંગ્રેસની ભારત જોડો યાત્રા 7 સપ્ટેમ્બરથી શરૂ થશે.  આ યાત્રા મારફતે રાહુલ ગાંધી મોંઘવારી અને બેરોજગારીના મુદ્દાઓને ઉજાગર કરવા દેશભરમાં પ્રવાસ કરશે. "ભારત જોડો યાત્રા" કોંગ્રેસ પાર્ટીનો અત્યાર સુધીનો સૌથી મોટો જનસંપર્ક કાર્યક્રમ છે, જ્યાં પાર્ટીના નેતાઓ પાયાના સ્તરે સામાન્ય લોકો સુધી પહોંચશે.


કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સારવાર માટે દેશની બહાર ગયા છે અને પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ તેમની સાથે છે, જેના કારણે તેઓ બંને કાર્યક્રમમાં ભાગ લેશે નહીં. રાહુલ ગાંધી પણ હાલમાં તેમની માતા સોનિયા ગાંધી સાથે વિદેશમાં છે, પરંતુ તેઓ શનિવાર સુધીમાં પરત ફરશે.


કોંગ્રેસ મોંઘવારી અને બેરોજગારીને લઈને સરકાર પર પ્રહારો કરી રહી છે. કોગ્રેસનું કહેવું છે કે આ સામાન્ય લોકોના મુદ્દા છે અને તમામ મંચ પર ચર્ચા થવી જોઈએ. પાર્ટી છોડ્યા બાદ કોંગ્રેસના પૂર્વ નેતા ગુલામ નબી આઝાદ પણ જમ્મુના સૈનિક ફાર્મ્સમાં પોતાની પ્રથમ જાહેરસભાને સંબોધિત કરવાના છે.


Exclusive: પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ કર્યા  હાર્દિક પંડ્યાના વખાણ, જાણો શું કહ્યું ?


Ravindra Jadeja Injury: Team India ને  લાગ્યો મોટો ઝટકો,  T20 World Cup માંથી બહાર થયો જાડેજા


Ola ના ઈલેક્ટ્રિક સ્કૂટરની જોરદાર માંગ, પ્રથમ દિવસે જ થયું 10 હજાર બુકિંગ, જાણો ક્યારથી શરૂ થશે ડિલિવરી


Asia Cup 2022: પાક સામે મેચ પહેલા ભારતીય ટીમની મુશ્કેલી વધી, વાયરલ ફિવરની ઝપેટમાં આવ્યો આ ફાસ્ટ બોલર