Gemini Yearly Horoscope:મિથુન રાશિ:મિથુન રાશિ: વિક્રમ સંવત 2081 વર્ષની શરૂઆતમાં વૃષભનો ગુરુ તમારી રાશિથી બારમાં વ્યય સ્થાને રહે છે. વ્યાધિ અને પીડાના યોગ બની રહ્યાં છે. જે નોકરી ધંધામાં સમસ્યા સર્જી શકે છે. આ સાથે ધન ખર્ચ પણ વધી શકે છે. ફિજૂલ ખર્ચ વધી શકે છે.
તા 14-5-2025થી મિથુનનો ગુરુ પ્રથમ ભાવમાં પસાર થશે કોઈ ઉતાવળીયો નિર્ણય તકલીફ આપશે. શારીરિક સમસ્યા પણ આવી શકે છે. ભાઈ-ભાંડુ સાથે મનદુઃખના પ્રસંગો બની શકે છે.
વર્ષની શરૂઆતમાં શનિ કુંભ રાશિમાં તમારી રાશિથી નવમા ભાગ્યભાવે રહેશે. જે ભાગ્યમાં વિઘ્નો, રૂકાવટો તેમજ વિલંબ કરાવે વિદેશને લગતા કાર્યોમાં રૂકાવટ થાય તમારી મહેનતનું ફળ વિલંબ બાદ મળે વડીલવર્ગને બિમારીના યોગ બને તમારી સહન શક્તિની કસોટી થાય
તા. 29 ૦૩-2025થી શનિ મીન રાશિનો તમારી રાશિથી દસમા કર્મ ભાવે આવે છે. જે રોકાયેલા કાર્યો પૂરા કરશે. ધન લાભ મળવાના યોગ શરૂ થશે. જેથી મનને શાંતિ થશે, થોડી વધુ મહેનતના યોગ બનાવે પણ લાભ થશે.
સ્ત્રીઓ માટે : આ વર્ષ શરૂઆતમાં મધ્યમ પસાર થાય માર્ચ 2025થી રોકાયેલા કાર્યો પૂરા થાય આર્થિક લાભ મળી શકે છે.
વિદ્યાર્થીઓ માટે :- વિદ્યાર્થીઓ માટે આ વર્ષ મિશ્ર ફળદાયી ગણાય છે. આળસના કારણે પરિણામ નબળું આવે મહેનત કરશો તો માર્ચ બાદ સારું પરિણામ મળશે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.