આજનું રાશિફળઃ પંચાગ અનુસાર મહા સુદ આઠની તિથિ છે. આજે ખોડિયાર જયંતી છે. આજે ચંદ્ર વૃષભ રાશિમાં ગોચર કરી રહ્યો છે. સૂર્ય કુંભ રાશિમાં છે. કેટલીક રાશિએ ધન અને સ્વાસ્થ્ય મામલે વિશેષ સાવધાન રાખવાની જરૂરી છે.
રાશિફળ (Horoscope)
મેષ (અ.લ.ઇ.) આજના દિવસે પરિણામની ચિંતા કર્યા વહર માત્ર કામ પર ફોક્સ કરો. ઓફિશિયલ કાર્યમાં બેદરકારી ન દાખવતાં.
વૃષભ (બ.વ.ઉ.) આજના દિવસે તમારા પરિવારજનોનો સાથે મુશ્કેલીમાંથી બહાર લાવશે. ઓફિસમાં દિવસ સામાન્ય રહેશે. આર્થિક મજબૂત હો તો જમીનમાં રોકાણ લાભદાયી રહેશે.
મિથુન (ક.છ.ઘ.) આજના દિવસે સકારાત્મક કાર્યોમાં રસ દાખવવાથી લાભ થશે. પરિવારમાં પોતાના સાથે ગપશપ અને મોજ મસ્તી કરવાનો મોકો મળશે. ફરવા જવાનું પ્લાન થઈ શકે છે.
કર્ક (ડ.હ.) આજે કાર્ય યોજનામાં ગતિ આવશે. અજાણ્યા વ્યક્તિના કહેવા પર કોઇ મોટું રોકાણ ન કરો. પાર્ટનર સાથે પારદર્શિતા સાથે કામ કરજો.
સિંહ (મ.ટ.) આજના દિવસે સામાજિક કાર્યમાં સક્રિયતા વધારશો. કાર્યસ્થળ પર પોતાની ક્ષમતાનો પૂરો ઉપયોગ કરજો. પરિવારની ગુપ્ત વાતનો લઈ સાવધાન રહેજો.
કન્યા (પ.ઠ.ણ) આજે પ્લાનિંગ વગર કામની શરૂઆત કરવી નુકસાનકારક સાબિત થઈ શકે છે. માનસિક રીતે મજબૂત અને સક્રિય રહેવાની જરૂર છે. જરૂરિયાતમંદોને સહયોગ આપજો.
તુલા (ર.ત.) આજના દિવસે અચાનક જરૂરી યાત્રાઓ માટે તૈયાર રહેવું પડશે. આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો અને પોતાની ઊર્જાનો યોગ્ય કાર્યમાં ઉપયોગ લાભ આપશે. નાના સભ્યોની જરૂરિયાત પૂરી કરવાનો પ્રયાસ કરજો.
વૃશ્ચિક (ન.ય.) કામકાજના દ્રષ્ટિકોણથી આજનો દિવસ પડકારોથી ભરેલો હોઈ શકે છે. આર્થિક તંગીથી મન થોડું પરેશાન રહેશે. કાર્યસ્થળ પર તમારા વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવી શકે છે.
ધન (ભ.ધ.ફ.ઢ.) આજના દિવસે ખુદ પર માનસિક ચિંતાને સવાર ન થવા દેતા. તેની અસર સ્વાસ્થ્ય પર પડી શકે છે.
મકર (ખ.જ.) આજે વડીલોનું માર્ગદર્શન લાભદાયી રહેશે. પોતાના લોકો જ દુખનું કારણ બની શખે છે. પરિવારમાં કોઈ માંગલિક કાર્યમાં સામેલ થવું પડી શકે છે.
કુંભ (ગ.શ.ષ.સ.) આજના દિવસે ક્રોધ પર કાબુ રાખજો. ફાજલ ખર્ચા વધવાની સંભાવના છે. તમારી બેદરકારી સમગ્ર પરિવાર માટે પરેશાની ઉભી કરી શકે છે.
મીન (દ.ચ.ઝ.થ) આજના દિવસે સમાજ સેવા સાથે જોડાયેલા લોકોનું માન સન્માન વધશે. રાજકીય સક્રિયતા નજીકના ભવિષ્યમાં પ્રગતિના માર્ગ ખોલશે. ઘરમાં સુખ શાંતિ બની રહેશે અને પરિવારજનોનો સહયોગ મળશે.
રાશિફળ 20 ફેબ્રુઆરીઃ આ 5 રાશિના જાતકોએ રાખવું પડશે વિશેષ ધ્યાન, જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Feb 2021 07:32 AM (IST)
Today Horoscope: પંચાગ અનુસાર મહા સુદ આઠની તિથિ છે. આજે ખોડિયાર જયંતી છે. આજે ચંદ્ર વૃષભ રાશિમાં ગોચર કરી રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -