ભોપાલ: ઉત્તરપ્રદેશની યોગી સરકારના પગલે હવે મધ્યપ્રદેશની શિવરાજ સિંહ ચૌહાણ સરકાર છે. મધ્યપ્રદેશમાં પણ નામ બદલવાની શરૂઆત થઈ ગઈ છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ટ્વિટ કરી જાહેરાત કરી છે કે હવેથી હોંશંગાબાદ નર્મદાપુરમ તરીકે ઓળખવામાં આવશે.




આજે નર્મદાજંયતિની ઉજવણીને સીએમ ચૌહાણે વિશેષ બનાવતા હોશંગાબાદનું નામકરણ કરી દીધું છે. શિવરાજસિંહ ચૌહાણે નવું નામ નર્મદાપુરમ આપતા કહ્યું હતું કે ઝડપથી કેન્દ્રમાં હોશંગાબાદમાં નામ બદલવા માટે પ્રસ્તાવ મોકલવામાં આવશે. સીએમની આ જાહેરાત બાદ ભારતીય જનતા પાર્ટીમાં ખુશીની લહેર જોવા મળી હતી.

ઉલ્લેખનીય છે કે સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર અને રામેશ્વર શર્માએ હોશંગાબાદનું નામ બદલીને નર્મદાપુરમ કરવાની માંગ કરી હતી. બંને ભાજપ નેતાઓનું કહેવું હતું કે ક્યાં સુધી લુટેરા હુશંગશાહના નામથી હોશંગાબાદ ઓળખાશે ? જે લુંટેરાએ મઠ અને મંદિર તોડ્યા, જેને શિવમંદિરના શિખર તોડ્યા તેના નામથી નગર અમને મંજુર નથી. આથી હોશંગાબાદનું નામ નર્મદાપુરમ કરવાની માંગ હતી. આજે શિવરાજસિંહે આ નામકરણની જાહેરાત કરતા ભાજપામાં ઘણી ખુશી છવાઈ ગઈ છે.