ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર, 2020માં સીપીઆઇ આધારિત ફુગાવો 4.59 ટકા હતો. જ્યારે જાન્યુઆરી, 2020માં ફુગાવો 7.6 ટકા હતો. જાન્યુઆરી, 2021માં ખાદ્યાન્ન વસ્તુઓનો ફુગાવો 1.89 ટકા રહ્યો છે.
ડિસેમ્બર, 2020માં મેન્યુફેકચરિંગ સેક્ટરમાં 1.6 ટકાનો વધારો, માઇનિંગ સેક્ટરમાં 4.8 ટકાનો ઘટાડો, વીજ ઉત્પાદનમાં 5.1 ટકાનો વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે માર્ચ મહિનાથી ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
જાન્યુઆરી 2021માં શાકભાજીની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. શાકભાજીનો ફુગાવો શૂન્યથી 15.84 ટકા નીચે રહ્યો છે. તેવી જ રીતે દાળ અને તે જ શ્રેણીનો ફુગાવો ઘટીને 13.39 ટકા પર આવી ગયો છે. આ પહેલા ડિેસમ્બર 2020માં શાકભાજીનો ફુગાવો શૂન્યથી 10.41 ટકા નીચે હતો અને દાળનો ફુગાવો 15.98 ટકા રહ્યો હતો.