આજનું રાશિફળઃ પંચાગ અનુસાર મહા સુદ છઠની તિથિ છે. આજે ચંદ્ર મીન રાશિમાં ગોચર કરી રહ્યો છે. ગ્રહો અને નક્ષત્રોની ચાલ તમામ રાશિને પ્રભાવિત કરી રહી છે.
મેષ (અ.લ.ઇ.) આજના દિવસે સકારાત્મક કાર્યો ખૂબ ફળદાયી રહેશે. અચાનક વધેલા ખર્ચ પરેશાનીનુ કારણ બની શકે છે. તેથી બચતને લઈ સતર્ક રહેજો. પારિવારિક મામલમાં તમામનો અભિપ્રાય લેજો.
વૃષભ (બ.વ.ઉ.) આજે મોટા ખર્ચ કરવા પડી શકે છે. પોતાની ભાવનાઓની કદર કરજો. જીવનસાથી સાથે આકરા શબ્દોમાં વાત ન કરતાં નહીંતર સંબંધોમાં ખટાશ આવી શકે છે.
મિથુન (ક.છ.ઘ.) આજના દિવસે ધાર્મિક કાર્યોમાં ભાગ લેવા માટે તૈયાર રહેજો. ગણપતિની આરાધનાથી પૂરો દિવસ ફળદાયી રહેશે. પારિવારિક સુખ અને શાંતિમાં વધારો થશે.
કર્ક (ડ.હ.) આજના દિવસે નવું ઘર ખરીદવાનું પ્લાનિંગ કરી શકો છો. રાજકીય ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોએ જનસેવા પર ધ્યાન આપવું જોઈએ. ગ્રહોની દશાથી નકારાત્મક અસર થઈ શકે છે, તેથી ધીરજથ કામ લેજો.
સિંહ (મ.ટ.) આજે તમને માન સન્માનની ચિંતા રહેશે. જેથી તમારી ઈજ્જતને અસર થાય તેવું કોઈ કામ ન કરતાં. કાર્યસ્થળ પર જવાબદારી વધશે. ઘર પરિવારમાં પ્રસન્નતાનો માહોલ રહેશે. ભાઈ બહેનના સંબંધ ગાઢ બનશે.
કન્યા (પ.ઠ.ણ.) આજના દિવસે મન ઉદાસ થઈ શકે છે. આત્મચિંતનની પ્રવૃત્તિ વિકસિત કરવાથી લાભ થશે. કામકાજની વ્યસ્તતાના કારણે પરિવાર સાથે ઓછો સમય પસાર કરી શકશો.
તુલા (ર.ત.) આજે તમારા પ્રદર્શનને લઈ સતર્ક રહેજો. નોકરીમાં સ્થિતિ બગડી રહી હોય તો ધીરજ રાખજો. માંગલિક કાર્યોમાં સામેલ થવાનું નિમંત્રણ મળી શકે છે.
વૃશ્ચિક (ન.ય.) આજના દિવસે તમારે સમજી વિચારીને બોલવું પડશે. નહીંતર નજીકના જ લોકો નારાજ થઈ શકે છે. શુભ કાર્યો માટે નિમંત્રણ મળશે.
ધન (ભ.ધ.ફ.ઢ.) આજના દિવસે જ્ઞાનને વધારવાનો પ્રયાસ સફળ રહેશે. તેથી ખુદને નિયમિત રીતે અપડેટ રાખો. સરકારી ક્ષેત્રથી લાભ મળવાની સંભાવના છે.
મકર (ખ.જ.) દાણ પુણ્યને લઈ આજે મન આકર્ષિત રહેશે. પરિવારમાં કોઈ મોટી ખરીદીનો અવસર બનશે.
કુંભ (ગ.શ.ષ.સ.) આજે ઉધાર લેવા દેવાથી બચજો. મિત્રો સાથે ફરવા જવાની યોજના બનશે. પારિવારિક સંબંધો મજબૂત બનાવજો.
મીન (દ.ચ.ઝ.થ) આજે તમારી મહેનત જ સફળતા અપાવશે. વડીલોની સલાહ મુજબ કામ કરજો.
રાશિફળ 17 ફેબ્રુઆરીઃ આજે ગ્રહોની ચાલ તમામ રાશિને કરશે પ્રભાવિત, જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Feb 2021 07:33 AM (IST)
Today Horoscope: પંચાગ અનુસાર મહા સુદ છઠની તિથિ છે. આજે ચંદ્ર મીન રાશિમાં ગોચર કરી રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -