આજનું રાશિફળઃ પંચાગ અનુસાર મહા સુદ પૂનમની તિથિ છે. આજે માઘ નક્ષત્ર છે અને ચંદ્ર સિહ રાશિમાં ગોચર કરી રહ્યો છે. આજે કેટલીક રાશિના જાતકોએ સ્વાસ્થ્ય, જોબ અને ધન મામલે સંભાળીને રહેવાની જરૂર છે.
રાશિફળ (Horoscope)
મેષ (અ.લ.ઇ.) આજના દિવસે તમે જેટલા વધારે સંપર્ક બનાવશો તેટલા લાભામાં રહેશો. ઓફિસમાં જવાબદારી લેવાથી પીછેહઠ ન કરતાં. વિદ્યાર્થીઓ અને યુવાનો માટે દિવસ સામાન્ય રહેશે.
વૃષભ (બ.વ.ઉ.) આજના દિવસે મહેનત ભવિષ્યની મૂડી સમાન છે. કાર્યક્ષેત્રમાં પ્લાનિંગ કરીને આગળ વધજો. જીવનસાથી જો કરિયરમાં નવું કરવા ઇચ્છતા હોય તો તમારો સહયોગ લાભદાયી રહેશે.
મિથુન (ક.છ.ઘ.) આજના દિવસે તમે કોઇ વાતને લઇ પરેશાન હો તો ગભરાતા નહીં. ઓફિસમાં પરિસ્થિતિ તમને અનુકૂળ રહેશે. પરિવારના કોઇ સભ્યનો મૂડ ખરાબ હોવાથી તમને તણાવ થઇ શકે છે.
કર્ક (ડ.હ.) આજના દિવસે કોઈ કારણોસર મન ઉદાસ રહી શકે છે. પરંતુ કોઇને મનની વાત કહેવાથી હળવાશ અનુભવશો અને સકારાત્મક ઉર્જા મહેસૂસ કરશો.
સિંહ (મ.ટ.) આજના દિવસે સતર્ક રહેજો. કામની ગુણવત્તા સુધારજો અને સંપર્કોને મજબૂત બનાવજો. પરિવારમાં તમામનો સહયોગ મળશે.
કન્યા (પ.ઠ.ણ) આજના દિવસે પ્લાનિંગ પ્રમાણે કાર્ય કરવું શ્રેષ્ઠ પહેશે. ઓફિસમાં મહિલા સહકર્મીઓનો સહકાર મળશે. સામાજિક જીવનમાં પરિસ્થિતિ અનુકૂળ રહેશે.
તુલા (ર.ત.) આજના દિવસે ભાગ્ય અને કર્મના ગર્હ તમને ચમકાવવા પૂરું જોર લગાવી રહ્યા છે. ઘરમાં મહેમાનોનું આગમન થશે, સ્વાગ્ત સત્કારમાં કોઇ કમી ન રાખતાં.
વૃશ્ચિક (ન.ય.) આજના દિવસે ગ્રહોની સ્થિતિને જોતાં તમારા કામ પર ધ્યાન કેન્દ્રીત કરવાની સલાહ છે. મન વારંવાર વિચલિત થશે. નવી ડીલ કરતી વખતે સજાગ રહેજો.
ધન (ભ.ધ.ફ.ઢ.) આજના દિવસે નજીકના લોકોની મદદની જરૂર પડી શકે છે. બોસ દ્વારા આપવામાં આવેલી જવાબદારીને લઈ તણાવ ન લો. જીવનસાથી સાથેના સંબંધોમાં ખટાશ આવી શકે છે.
મકર (ખ.જ.) આજે વિરોધીઓ પ્રત્યે સતર્ક રહેજો. ઘરનો માહોલ સામાન્ય રહેશે. ભગવાનને ભોગ લગાવીને પ્રસાદ તરીકે વહેંચજો.
કુંભ (ગ.શ.ષ.સ.) આજના દિવસે આર્થિક સ્થિતિ સુધારવા ટે પૂરતું પ્લાનિંગ કરવું શ્રેષ્ઠ રહેશે. નોકરી કરી રહ્યા હો તો પરિશ્રમ વધારજો. બોસના માનીતા બનવાનો આ યોગ્ય સમય છે.
મીન (દ.ચ.ઝ.થ) આજના દિવસે જે કાર્ય કરો તેમાં ધ્યાન કેન્દ્રીત કરજો. સંયુક્ત પરિવારમાં રહી રહ્યા હો તો સભ્યો સાથેના સંબંધ ખરાબ થઈ શકે છે.
રાશિફળ 27 ફેબ્રુઆરીઃ મેષ, કન્યા, સિંહ રાશિના જાતકો રાખે આ વાતનું ધ્યાન, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Feb 2021 07:30 AM (IST)
Today Horoscope: પંચાગ અનુસાર મહા સુદ પૂનમની તિથિ છે. આજે માઘ નક્ષત્ર છે અને ચંદ્ર સિહ રાશિમાં ગોચર કરી રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -