અમદાવાદ: રાજ્યમાં ચૂંટણીના માહોલ વચ્ચે ફરી એક વખત કોરોના સંક્રમણમાં વધારો થયો છે. અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા કોરોના કેસના કારણે માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા વધી છે. શહેરના વધુ 5 વિસ્તાર સાથે 16 સ્થળો માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.


વસ્ત્રાલ વિસ્તારમાં વૃંદાવન રેસિડેન્સીમા 100 નાગરિકો માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સામલે કરાયા છે. ઘાટલોડિયામાં પણ સર્વોદય સોસાયટી વિભાગ 3ના 100 નાગરિકો માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવવામાં આવ્યાં છે. આ રીતે સંક્રમણ વધતા માઈક્રો કન્ટેઈનમેન્ટની સંખ્યમાં વધારો થઈ રહ્યો છે.

રાજ્યમાં આજે કોરોના વાયરસના 460 નવા કેસ નોંધાયા છે. અમદાવાદમાં આજે કોરોના સંક્રમણના નવા 99 કેસ સામે આવ્યા છે. હાલ રાજ્યમાં 2136 એક્ટિવ કેસ છે. કુલ મૃત્યુઆંક 4408 પર પહોંચ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધી 8,20,700 લોકોને પ્રથમ ડોઝ અને 1,65,538 લોકોને બીજા ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણ શરુ કરવામાં આવ્યું હતું.