ત્રિવેંદ્ર સિંહ રાવતે જોશીમઠનનો પ્રવાસ કર્યો. તેમણે કહ્યું, એનડીઆરએફ, આર્મી અને એસડીઆરએફનો સંયુક્ત પ્રયાસ ચાલી રહ્યો છે. એનટીપીસીને દોઢ હજાર કરોડનું નુકસાન થયું છે. ઋષિ ગંગા પ્રોજેક્ટ 858 કરોડ રૂપિયાનો હતો. આશરે 2000 કરોડનું નુકસાન થયું છે.
આ સાથે જ તેમણે સોમવારે તપોવનમાં આઈજી, ડીઆઈજી, ડીએમ, એસપી,આર્મી, ઈટીબીપી, બીઆરઓના વરિષ્ઠ અધિકારીઓ અને એનટીપીસીના પ્રોજેક્ટ ઈન્ચાર્જ અધિકારીઓ સાથે બેઠકમાં રાહત અને બચાવ કાર્યોની સમીક્ષા કરી હતી. સાથે જ ડીએમને સમય-સમય પર મીડિયાને બ્રીફિંગ કરવાના નિર્દેશ આપ્યા એટલે ખોટા સમાચાર ન ફેલાય.