દેશભરના કર્મચારીઓને મોદી સરકાર આપી શકે છે મોટી ભેટ. કર્મચારીઓને મળી શકે છે સપ્તાહમાં 3 સાપ્તાહિક રજા. એક સપ્તાહમાં 5ની જગ્યાએ હવે ચાર વર્કિંગ ડે થાય તેવી શક્યતા.


આવનારા દિવસોમાં મોદી સરકાર રજાની જોગવાઈમાં ફેરફાર કરી કર્મચારીઓને જલદી ખુશખબરી આપી શકે છે. જેના માટે સરકાર જલદી નોટિફિકેશન બહાર પાડવાનું વિચારી રહી છે.

નવા નિયમો અનુસાર રજા માટે કઈ કઈ શરતો હશે તેના પર નજર કરીએ તો કંપનીઓ પોતાના કર્મચારીને સપ્તાહમાં 12 કલાક કામ કરાવી શકે છે. જ્યારે બાકીના 3 દિવસ
સપ્તાહિક રજા રહેશે.

નિયમ અનુસાર કંપનીઓ અને કર્મચારીઓની સહમતીથી નવો વિકલ્પ પસંદ કરી શકાય છે. સંસ્થાઓએ પણ કર્મચારીઓ માટે એક સમાન વ્યવસ્થા અપવાની પડશે. શ્રમ મંત્રાલય મુજબ નિયમ અપનાવો કે નહીં તે સંસ્થા પર નિર્ભર રહેશે. આ નવા નિયમોનો ઉલ્લેખ એ ચાર બિલમાં છે જે પાછલા વર્ષે સંસદમાં પસાર થયા હતા. જેમાં વેતન કોડને લઈ સામજિક સુરક્ષા સાથે જોડાયેલા બિલ સામેલ હતા. ચાર કાયદાને અમલમાં લાવવા શ્રમ મંત્રાલયે નિયમો તૈયાર કરી દીધા છે.