Horoscope 17 November 2022: મેષ,તુલા, મીન રાશિના લોકો માટે 17 નવેમ્બરનો દિવસ ખાસ છે. જાણો તમામ રાશિનું રાશિફળ
પંચાગ અનુસાર 17 નવેમ્બર 2022 ગુરૂવારે માર્ગશીર્ષ માસની કૃષ્ણપક્ષની અષ્ટમી તિથિ રહેશે, ચંદ્રમા આ દિવસે સિંહ રાશિમાં ગોચર કરશે.આ દિવસે સિહ રાશિએ ક્રોધ પર નિંયત્રણ રાખવું જરૂરી છે. જાણીએ અન્ય રાશિનું રાશિફળ
મેષ- મેષ રાશિના જાતક આજે રચનાત્મક કાર્યથી જોડાયેલા રહેશે. આજે વિદ્યાર્થીઓ માટે મહત્વનો દિવસ છે. આજે કોઇ પર આંખો બંધ કરીને વિશ્વાસ કરશો તો નુકસાન ભોગવવું પડશે.
વૃષભ
વૃષભ રાશિના જાતકોની ઘર પરિવારમાં સ્નેહ સહકારનો ભાવ વધશે. આપ પરિવાર સાથે યાત્રા પર જઇ શકો છો.
મિથુન
મિથન રાશિના જાતક આજે બહુ વિચાર કરીને આગળ વધવું નહિ તો આપની છબી ખરાબ થઇ શકે છે.
કર્ક
કર્ક રાશિના જાતક માટે આજનો દિવસ મિશ્ર ફળ આપનાર નિવડશે. આજે આપના માન સન્માનમાં વૃદ્ધિ થઇ શકે છે. આજે આપ કેટલાક કામને કાલ પર ટાળી શકો છો.
સિંહ
સિંહ રાશિના લોકો આજે કોઇ પડતર પડેલી યોજનાના ફરી કાર્યન્વિત કરી શકે છે. માતા-પિતા સાથે આજે વાદ-વિવાદ થઇ શકે છે. આજે આપને કોઇ લાભ મળી શકશે.
કન્યા
આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે, આજે ધનનો કેટલોક ભાગ ગરીબોની સેવામાં આપી શકો છો. આજે આપને કોઇ સારા મુકામે પહોંચવાનો મોકો મળશે. કાર્યક્ષેત્રમાં કોઇ બદલાવ આવી શકે છે.
તુલા
તુલા રાશિના જાતક માટે આજનો દિવસ ખાસ રહેવાનો છે. આપને આજે મામાપક્ષથી ધનલાભ થઇ શકે છે. આજે આપ સારા રિટર્નની લાલચમાં ખોટી જગ્યાએ રોકાણ કરતા બચો. સાસરાપક્ષથી ધનલાભ થઇ શકે છે.
ધન
આજે આપ લક્ષ્ય પર ફોક્સ કરશો તો સારી સફળતા મળશે,. આપને આકસ્મિક ધનલાભ થઇ શકે છે. મહેનત રંગ લાવશે. વિદ્યાર્થી માટે પણ શુભ દિવસ છે.
મકર
આજનો દિવસ આપના માટે શુભ રહેશે. આજે આપ કાયદાકિય કામને પાર પાડી શકશો. આજે કોઇ જોખમકારક કામને પાર પાડતાં પહેલા વિચારીને આગળ વધવું હિતાવહ રહેશે.
કુંભ
કુંભ રાશિના જાતક માટે આજનો દિવસ કોઇ નવી સંપતીની પ્રાપ્તિ કરાવશે. જીવન સાથીનો સહયોગ મળશે. આજે આપના પર લક્ષ્મીજીની કૃપા રહેશે.
મીન
મીન રાશિ જાતકો માટે આજનો દિવસ આવક માટે સારો રહેશે. કાર્યક્ષેત્ર પર કોઇ પર આંઘળો વિશ્વાસ કરવાથી બચો નહિતો મુશ્કેલીમાં વધારો થશે. આજે આપને પ્રમોશન મળી શકે છે.