પંચાગ અનુસાર આજે માગશર સુદ દશમની તિથી છે. આજે ચંદ્ર મેષ રાશિમાં મંગ સાથે યુતિ બનાવવા જઈ રહ્યો છે. આજનો દિવસ કેટલીક રાશિ માટે અત્યંત શુભ છે. જ્યારે અમુક રાશિના લોકોએ સાવધાની રાખવાની જરૂર છે.
મેષઃ આજનો દિવસ પ્રસન્ના અને સ્ફૂર્તિ ભર્યો રહેશે. વડીલોની વાતનું પાલન કરો નહીંતર નુકસાન થઈ શકે છે. ઘરમાં વાતચીત દરમિયાન સંયમિત વ્યવહાર કરો. તમારી વાતથી કોઇને ખોટું લાગી શકે છે.
વૃષભઃ આજે વધુ પડતાં આત્મવિશ્વાસમાં ન રહેવું. નોકરીના સંદર્ભે અચાનક બહાર જવાનું થઈ શકે છે. ખાન પાનમાં સાવધાની રાખવી.
મિશુનઃ આજે માનસિક રીતે ખુદને મજબૂત અને તણાવ રહિત રાખો. કારોબાર હોય કે ઘર વરિષ્ઠના સહયોગનો લાભ મળશે. પરેશાની વધવા પર ડોકટરની સલાહ લો.
કર્કઃ આજના દિવસ કાર્યોની વ્યસ્તતાના કારણે તણાવ રહી શકે છે. ખુદને શાંત રાખો, અધ્યાત્મથી જોડાવાનો પ્રયાસ કરો. પડોશીઓ સાથે સંબંધમાં ખાસ સાવધાની રાખવી.
સિંહઃ આજે સામાજિક બાબતો પર ધ્યાન આપવું લાભદાયક સાબિત થશે. નોકરી કે કારોબારમાં આકર્ષક વ્યક્તિત્વ લાભ આપશે. ઘર પરિવારના સાથી ધાર્મિક માહોલ બનાવો.
કન્યાઃ આજે સંસ્કાર અને સભ્યતા પર કોઇ આંચ ન આવવા દો. સ્વાસ્થ્યને લઇ માથાનો દુખાવો અને શરદી-ઉધરસની પરેશાની થઈ શકે છે. મિત્ર અને પરિવારના સભ્યો સાથે સારો વ્યવહાર કરવો.
તુલાઃ આજના દિવસે આળસ ભારે પડી શકે છે. યુવા વર્ગે વિવાદોથી બચવું પડશે. મિત્રો સાથે તાલમેલ બગડી શકે છે. ઘરના કોઇપણ કામમાં વડીલોની સલાહને મહત્વ આપવું.
વૃશ્ચિકઃ આજે સમગ્ર દિવસ સકારાત્મક રહેવાની જરૂર છે. ઓફિસમાં મોટા પ્રોજેક્ટમાં મહત્વપૂર્ણ ભૂમિકા મળી શકે છે. સંયુક્ત પરિવારમાં રહેતા લોકોએ તાલ-મેલ બનાવી રાખવો.
ધનઃ આત્મવિશ્વાસ અને સમયને ધ્યાનમાં રાખી કામ કરવાનીજરૂરછે. ઘની સુખ સુવિધામાં વધારો થશે. પ્રેમ સંબંધને લઇ ગંભીર હો તો આગળ વધવાનો સારો દિવસ છે. વિશ્વાસને ક્યારેય ડગવા ન દેતા.
મકરઃ આજે કામકાજને લઈ જવાબદારી અને વિશ્વસનીયતા વધારવી પડશે. અનુભવનો ઉપયોગ કરીને આગળ વધજો નહીંતર કામ બગડી શકે છે. લેણ દેણના મામલામાં એલર્ટ રહેવુ.
કુંભઃ આજે સ્વાસ્થ્યને લઇ મોસમ મુજબ દિનચર્યામાં થોડો બદલાવ કરવો લાભદાયક રહેશે. માનસિક ચિંતાને દૂર રાખો નહીંતર ડિપ્રેશનમાં બદલાઇ શકે છે. કામની સાથે પરિવારનો પણ ખ્યાલ રાખો. તમામ સાથે તાલમેલ રાખો.
મીનઃ આજના દિવસે કામકાજમાં વધારે ભાગીદારી રાખવી પડી શકે છે. જો કોઇ બીમારીથી પીડાતા હો તો સતર્ક રહો. ઘરની તમામ ચીજોને સંભાળીને રાખો. ઘરમાં તમામ લોકોનો સહયોગ મળશે.
રાશિફળ 24 ડિસેમ્બરઃ જાણો આજે કઈ રાશિના લોકોએ રહેવું પડશે સાવધાન, શું કહે છે તમારું રાશિફળ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Dec 2020 07:41 AM (IST)
પંચાગ અનુસાર આજે માગશર સુદ દશમની તિથી છે. આજે ચંદ્ર મેષ રાશિમાં મંગ સાથે યુતિ બનાવવા જઈ રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -