એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડૉ સુરેશ કુમારે જણાવ્યું કે અમારી પાસે એક સંદિગ્ધ દર્દી છે. અમે તે દર્દીના ટેસ્ટ કરી રહ્યાં છે. હાલમાં તમામ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. ટેસ્ટના રિઝલ્ટ 3-4 દિવસમાં આવશે. રિપોર્ટ આવ્યા બાદ પુષ્ટી થશે કે આ પહેલાનો સ્ટ્રેન છે કે કોરોનાનો નવો સ્ટ્રેન છે. જો કે, હાલમાં દર્દીની હાલત એકદમ સારી છે અને એસિમ્પ્ટોમેટિક છે. દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી છે તેથી તેને અલગથી આઈસોલેશનમાં રાખવામાં આવ્યો છે.
કોરોનાના નવા સ્ટ્રેન સંબંધિત જાણકારી આપતા ડોક્ટરે જણાવ્યું કે, હાલમાં નવા સ્ટ્રેનની જાણ થઈ છે. ઘણા એવા દર્દીઓ છે જેનામાં આ નવો સ્ટ્રેન જોવા મળ્યો છે. હાલમાં જ જે નવો સ્પાઈક થયો છે. તેમાં આ સ્ટ્રેન જોવા મળ્યો છે. સમગ્ર દુનિયામાં તેને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું ચે. અમે પણ તેના માટે તૈયાર છે. સાથે તેમણે કહ્યું કે, આ વાયરસ વધારે ઘાતક નથી પણ 70 ટકા પહેલા કરતા વધારે ઝડપી ફેલાય છે.
ઉલ્લખનીય છે કે, બ્રિટનમાં જોવા મળેલા કોરોનાના નવા વાયરસ કોવિડ-20 ને લઈ દુનિયામાં હાહાકાર મચી ગયો છે. ભારતમાં આ સંક્રમણ ન આવે તે માટે સરકાર પગલાં ભરી રહી છે અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે યુકેમાંથી મળી આવેલાSARS-CoV-2 વાયરસના નવા સંસ્કરણના સંદર્ભમાં SOP જાહેર કરી છે.