આજનું રાશિફળઃ પંચાગ અનુસાર મહા સુદ ત્રીજની તિથિ છે. આજે ચંદ્ર કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરશે. આજ સિદ્ધ યોગ બની રહ્યો છે. કેટલીક રાશિના જાતકોએ આજે ધન, સ્વાસ્થ્ય અને વેપારના મામલે સાવધાની રાખવાની જરૂર છે.
મેષ (અ.લ.ઇ.) આજના દિવસે તમામ કાર્યો મનથી કરજો. કારણકે આજે કરેલા કાર્યો ભવિષ્યમાં સારા પરિણામ આપશે. જૂના કાર્યોને પહેલા પૂરા કરવા પર ધ્યાન આપજો.
વૃષભ (બ.વ.ઉ.) આજના દિવસે આર્થિક સંકડામણનો સામનો કરવો પડી શકે છે. બીજી તરફ કોઈ નજીકના વ્યક્તિ પાસેથી આર્થિક સહયોગ મળી સકે છે. ઘરમાં મનોરંજન સંબંધિત કોઇ નવી વસ્તુ ખરીદી શકાય છે.
મિથુન (ક.છ.ઘ.) આજના દિવસે ખુદ પર નિયંત્રણ રાખજો. ઓફિસમાં સહકર્મીઓ સાથે બબાલ થઈ શકે છે. નાની ખુશી પરિવારના સભ્યો સાથે વહેંચવાથી મન પ્રસન્ન રહેશે.
કર્ક (ડ.હ.) આજે કઠોર પરિશ્રમ કરવો પડી શકે છે. મહેનત કરવાથી પ્રગતિના દ્વાર ખુલશે. પારિવારિક વાતાવરણ પ્રફુલ્લિત રહેશે.
સિંહ (મ.ટ.) આજના દિવસે જો કોઈ કામ ન થઈ રહ્યા હોય તો પરેશાન ન થતાં. ઓફિસશિયલ કાર્યો ઝડપથી કરવા ફાયદાકારક સાબિત થશે. મોસમના કારણે સ્વાસ્થ્ય કથળી શકે છે.
કન્યા (પ.ઠ.ણ.) આજના દિવસે વર્તમાન પરિસ્થિતિથી પરેશાન થઈને ક્રોધ ન કરતાં. દાંપત્ય જીવનમાં કોઇ તણાવ હોય તો ભૂલથી પણ વેગ ન આપતાં. વાત વણસી શકે છે.
તુલા (ર.ત.) આજના દિવસે ગ્રહોની સ્થિતિ જોતાં નજીકના લોકો જ પીઠ પાછળ ઘા કરી શકે છે. ડિઝાઇનિંગ કે બેંકિંગ સંબંધિત કાર્ય કરતા લોકોને લાભ થશે. પરિવારમાં કોઈ નવા મહેમાનના આગમનની શુભ સૂચના મળી શકે છે.
વૃશ્ચિક (ન.ય.) આજના દિવસે કામ ન થાય તો નિરાશ ન થતાં. નહીંતર નિરાશા નકારાત્મકતા તરફ લઈ જશે. પરિવારમાં કોઈ વાતને લઈ વિવાદ થવાની આશંકા છે.
ધન (ભ.ધ.ફ.ઢ.) આજના દિવસે સકારાત્મક રહીને દિવસ પસાર કરજો. દાંપત્ય જીવનમાં મધુરતા જાળવી રાખવા એકબીજાને સમજવા મહત્વપૂર્ણ છે.
મકર (ખ.જ.) આજના દિવસે મન પ્રસન્ન રહેશે. કુટુંબમાં ઘણી ચહલ પહલ રહેશે. સંબંધીઓ સાથે સારો સમય પસાર થશે.
કુંભ (ગ.શ.ષ.સ.) આજનો દિવસ પ્રસન્નતાથી ભરપૂર રહેશે. આજે પરિવાર સાથે ચર્ચામાં સમય પસાર થઈ શકે છે. કેટલાક સંબંધોની યાદો તાજી થઈ શકે છે.
મીન (દ.ચ.ઝ.થ) આજના દિવસની શરૂઆત ભગવાન સૂર્યની આરાધનાથી કરજો. જે પણ કાર્ય કરો તેમાં બિલકુલ બેદરકારી ન દાખવતા. માતૃ પક્ષમાંથી શોક સમાચાર મળી શકે છે.
રાશિફળ 14 ફેબ્રુઆરીઃ આજે વેલેન્ટાઈન ડે પર શું કહે છે તમારી કિસ્મતના સિતારા, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Feb 2021 07:30 AM (IST)
Today Horoscope: આજે ચંદ્ર કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરશે. આજ સિદ્ધ યોગ બની રહ્યો છે. કેટલીક રાશિના જાતકોએ આજે ધન, સ્વાસ્થ્ય અને વેપારના મામલે સાવધાની રાખવાની જરૂર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -