Navaratri Recipes: ડ્રાય ફ્રૂટ્સ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં વિટામિન અને મિનરલ્સ મળી આવે છે જે સ્વાસ્થ્ય માટે જરૂરી છે. તેનો ઉપયોગ ભોજનમાં ગાર્નિશિંગ તરીકે થાય છે. જો તમે તહેવારોની સિઝનમાં ઘરે કંઈક ખાસ બનાવવા માંગો છો, તો તમે ફળો અને સૂકા ફળોની મદદથી આ ખાસ વાનગીઓ તૈયાર કરી શકો છો.


તહેવારોની સિઝન ચાલી રહી છે અને જો ઘરમાં વિવિધ પ્રકારની મીઠાઈઓ બનાવવામાં ન આવે તો તહેવાર અધૂરો લાગે છે. ખાસ કરીને નવરાત્રિના તહેવાર દરમિયાન મીઠાઈઓની માંગ વધી જાય છે. આ સિવાય જો તમે મીઠાઈમાં કંઈક અલગ ટ્રાય કરવા ઈચ્છો છો તો તમે ફળો અને ડ્રાયફ્રૂટ્સની મદદથી ઘરે જ પૌષ્ટિક અને ટેસ્ટી રેસિપી બનાવી શકો છો.


નટ્સ  અને ફળોનું કસ્ટર્ડ
આ કસ્ટર્ડ બનાવવા માટે તમે તમારા મનપસંદ ફળોને પણ પસંદ કરી શકો છો. તેને બનાવવા માટે 1 લીટર દૂધને ધીમી આંચ પર ઉકાળો. દૂધ ઠંડુ થાય એટલે તેમાં કસ્ટર્ડ પાઉડર અને ખાંડ નાખીને બરાબર મિક્ષ કરી લો. તેમાં દ્રાક્ષ અને દાડમના દાણા મિક્સ કરો, પછી તેને સમારેલા ડ્રાયફ્રુટ્સથી ગાર્નિશ કરો. બદામ અને ફળોનું કસ્ટર્ડ તૈયાર છે.                                                                                                                          


બનાના- વોલનટ કેક


આ કેક બનાવવા માટે તમે પાકેલા કેળા અને અખરોટનો ઉપયોગ કરી શકો છો. તેને બનાવવા માટે કેળાની પ્યુરી તૈયાર કરો. તેમાં માખણ, અખરોટ અને ખાંડ નાખીને બરાબર બીટ કરો. જો તમે ઈચ્છો તો આ મિશ્રણમાં થોડું દૂધ પણ ઉમેરી શકો છો. જો બેટર વધારે જાડું લાગે તો તમે થોડું દૂધ ઉમેરી શકો છો. હવે તેને ઓવનમાં બેક કરો. તૈયાર છે બનાના કેક