Karwa Chauth 2021:આજે કરવા ચૌથ છે. કરવા ચોથનું વ્રત પરણિત તેમજ કુંવારી કન્યા પણ રાખી શકે  છે. જાણીએ તેનાથી શું લાભ થાય છે અને તેના નિયમ શું છે.


સામાન્ય રીતે માત્ર પરિણીત મહિલાઓએ જ કરવા ચોથનું વ્રત રાખચી હોય છે. પરંતુ  એવું નથી. અપરિણીત છોકરીઓ પણ કરવ ચોથનું વ્રત રાખી શકે છે. એવું કહેવામાં આવે છે કે અપરિણીત છોકરીઓ ઇચ્છિત વર મેળવવા માટે આ દિવસે કરવ ચોથનું વ્રત રાખી શકે છે. પ્રેમ વિવાહમાં આવતા વિધ્નને દૂર કરવા માટે પણ કુંવારી યુવતીઓ આ વ્રત રાખે છે.


કરવા ચૌથનું વ્રત ઇચ્છિત વરની પ્રાપ્તિ માટે તેમજ પતિના દિર્ઘ આયુષ્યની કામના સાથે મહિલાઓ આ વ્રત કરે છે.


 કરવા ચોથ વ્રતના દિવસે આ કન્યાઓની દેવી પાર્વતીની વિધિ પ્રમાણે પૂજા કરવામાં આવે છે. અવિવાહિત કન્યાઓની પૂજા કર્યા બાદ તેઓ પરાણા કરી શકે છે. તેમજ કુંવારી કન્યા જો આ વ્રત રાખે તો તે ચંદ્ર જોયા બાદ નહી પરંતુ તેબદલે, તારાઓ જોયા પછી ઉપવાસ તોડી શકે છે.


લગ્ન પહેલા કે અપરિણીત છોકરીઓએ જો  કરવા ચોથનું વ્રત રાખ્યું હોય તો તેણે સરગીને બદલે ફળ ખાવા જોઈએ.


નિર્જલા ઉપવાસ કરવાને બદલે, અપરિણીત છોકરીઓને ઉપવાસ કરવાની સલાહ આપવામાં આવે છે.


તેઓએ તારાઓને ચાળણી વગર અર્ઘ્ય અર્પણ કરીને ઉપવાસ તોડવો જોઈએ.


આ પણ વાંચો


Dhanteras 2021 :ધન તેરસના દિવસે આ 5 કામ સાથે અને આ વસ્તુની કરો ખરીદી, થઇ જશો માલામાલ


Diwali 2021: આરતી વિના મા લક્ષ્મીની પૂજા નથી થતી પૂર્ણ, જાણો આ વર્ષે દિવાળી પર શું છે ખૂબ જ ખાસ


સમુદ્ર શાસ્ત્ર: ભાગ્યશાળી હોય છે એ યુવતીઓ જેના શરીરમાં અહીં હોય છે તલ