આજનું રાશિફળઃ પંચાગ અનુસાર મહા સુદ સાતમની તિથિ છે. આજે ચંદ્ર મેષ રાશિમાં ગોચર કરી રહ્યો છે. સૂર્ય કુંભ રાશિમાં ગોચર કરી રહ્યો છે. કેટલીક રાશિએ ધન અને સ્વાસ્થ્ય મામલે વિશેષ સાવધાન રાખવાની જરૂરી છે.
Today Horoscope
મેષ (અ.લ.ઇ.) આજના દિવસે ગ્રહોની સ્થિતિ જોતાં સકારાત્મક અને સત્સંગ કરતાં લોકો વચ્ચે રહેવાની સલાહ છે. અચાનક મળેલો કોઇ સુખદ સંદેશ તમારા મનને પ્રસન્ન કરી શકે છે. પિતા સાથે તાલમેલ બનાવી રાખજો.
વૃષભ (બ.વ.ઉ.) ધારેલા કામ પૂરા ન થવાથી આજે મન ઉદાસ રહેશે. ઓફિશિયલ કાર્યો પૂરા થવાથી હળવાશ અનુભવશો.
મિથુન (ક.છ.ઘ.) આજના દિવસે મુસીબતોથી બહાર નીકળવા માટે સજાગ રહીને પ્રયાસ કરજો. ભગવાન પર વિશ્વાસ રાખજો. પરિવારના કોઇ સભ્ય તમારાથી નારાજ હોય તો મનાવવામાં કસર ન છોડતાં.
કર્ક (ડ.હ.) આજના દિવસે સંબંધનું મહત્વ સમજજો નહીંતર વાદ વિવાદ થશે. નકારાત્મક ગ્રહોનું સંયોજન નજીકના વ્યક્તિ સાથે ઝઘડો કરાવી શકે છે. ઘરમાં કોઈ પણ પ્રકારનો બદલાવ કરતાં પહેલા વડીલોનો અભિપ્રાય લેજો.
સિંહ (મ.ટ.) આજનો દિવસ મનોરંજનથી ભરેલો રહેશે અને મનપસંદ કા કરવાથી પ્રસન્નતા અનુભવશો. આજનો દિવસ સામાન્ય રહી શકે છે. મિત્રો સાથે લાંબા સમય બાદ વાત કરવાથી મન ઉત્સાહિત અને પ્રસન્ન રહેશે.
કન્યા (પ.ઠ.ણ) આજના દિવસે વિનમ્ર સ્વભાવ સંબંધોને મજબૂત કરી શકે છે. જેના કારણે તમે લોકો તમારી પ્રશંસા કરશો. ગુરુ કૃપાથી મુશ્કેલ કાર્યો પણ સરળ બનશે.
તુલા (ર.ત.) આજના દિવસે પેંડિંગ કાર્યોને ઉકેલવા ધ્યાન આપજો. જૂની યોજના પૂરી કરવામાં વિલંબ થઈ રહ્યો હોય તો ધીરજ સાથે કામ કરવાથી સફળતા મળશે.
વૃશ્ચિક (ન.ય.) આજના દિવસે નિરાશાને પાછળ મુકીને મુશ્કેલ પરિસ્થિતિને જડબાતોડ જવાબ આપજો. પારિવારિક અનુષ્ઠાન કે કોઈ કાર્યક્રમ હોય તો તેમાં ઉત્સાહથી હિસ્સો લેજો. સંબંધો મજબૂત બનાવવાનો સમય છે.
ધન (ભ.ધ.ફ.ઢ.) આજના દિવસે શાંત અને ઉત્સાહિત રહેજો. નોકરીયાત વર્ગે ઉતાવળથી કાર્ય કરવાથી બચવું. ઘરમાં વડીલો સાથે મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા થઈ શકે છે.
મકર (ખ.જ.) આજે નકારાત્મક ચીજોનો ત્યાગ કરવો તમારા માટે મહત્વપૂર્ણ રહેશે. જીવનસાથીના ભાગ્યથી થોડો લાભ થઈ શકે છે.
કુંભ (ગ.શ.ષ.સ.) આજના દિવસે વાતોમાં સ્પષ્ટતા રાખજો. તમારા દ્વારા કરવામાં આવેલી વાતો તમામને સમજાવી જોઈએ. નોકરી શોધી રહેલા લોકોને મદદ મળશે. પરિવારના વિવાદોને ઉકેલવામાં સરળતા રહેશે.
મીન (દ.ચ.ઝ.થ) આજના દિવસે મન ભટકી શકે છે તેથી મનની શાંતિ માટે પૂજા પાઠ પર વધારે ધ્યાન આપવું જોઈએ. ઓફિશિયલ કાર્ય ન થઈ રહ્યા હોય તો તણાવ થઈ શકે છે.
રાશિફળ 18 ફેબ્રુઆરીઃ મિથુન, તુલા રાશિના જાતકો ન કરતાં આ કામ, જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Feb 2021 07:32 AM (IST)
Today Horoscope: આજે ચંદ્ર મેષ રાશિમાં ગોચર કરી રહ્યો છે. સૂર્ય કુંભ રાશિમાં ગોચર કરી રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -