ખેડૂતો માટે માઠા સમાચાર, આજે આ વિસ્તારમાં વરસાદ પડવાની આગાહી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 18 Feb 2021 07:15 AM (IST)
હવામાન વિભાગે આગાહી કરી છે કે, 18 અને 19 ફેબ્રુઆરીના તાપી અને ડાંગના વિસ્તારમાં સામાન્ય વરસાદ થવાની સંભાવના છે.
ફાઈલ તસવીર
દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે ફરી માઠાના સમાચાર આવ્યા છે. ઉત્તર કોંકણ અને વિદર્ભમાં એક સાઈક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. જેને પગલે આજે અને આવતીકાલે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળ છાયું વાતાવરણ અને વરસાદ પડવાની શક્યતા છે. ડાંગ, વલસાડ, તાપી સાપુતારા તો પંચમહાલ, દાહોદ , મહીસાગર સહિત મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. તો ઉત્તર ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠા તેમજ સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 18 અને 19 ફેબ્રુઆરીના દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પલટો આવશે અને વાદળછાયા વાતાવરણ સાથે સામાન્ય વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, 18 અને 19 ફેબ્રુઆરીના તાપી અને ડાંગના વિસ્તારમાં સામાન્ય વરસાદ થવાની સંભાવના છે. 18થી 21માં અરબી સમુદ્ર તરફથી ભેજ વાળા વાદળો ગુજરાત ના કેટલાક ભાગોમાં આવવાથી માવઠું થવાની શકયતા છે. વધુ ભેજ વાળા વાદળો હશે તો ડાંગ, વલસાડ, તાપી, સાપુતારા તેમજ પંચમહાલ, દાહોદ, મહીસાગર અને મધ્ય ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે. તેમજ અરવલ્લી, સાબરકાંઠા તેમજ સૌરાષ્ટ્ર વાતાવરણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. 21થી 23 ફેબ્રુઆરીમાં દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં હિમ વર્ષા અને કમોસમી વરસાદની શક્યતા હોવાથી સવારે ઠંડા પવન ફૂંકાશે.