mercury transit cancer 2026: જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના ગોચરનું ઘણું મહત્વ હોય છે. 22 જૂન 2026ના રોજ બપોરે 3:09 વાગ્યે બુધ ગ્રહ ચંદ્રની કર્ક રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. બુધનું આ ગોચર 7 જુલાઈ સુધી આ રાશિમાં જ રહેશે. આ સમયગાળા દરમિયાન કેટલીક રાશિઓ માટે ભાવનાત્મક નિર્ણયો અને આર્થિક અસંતુલન મુશ્કેલી વધારી શકે છે. ખાસ કરીને 3 રાશિઓ એવી છે, જેમને આ ગોચર દરમિયાન આર્થિક અને વ્યવસાયિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે. તેથી, કોઈપણ નવું રોકાણ, લોન અને ભાગીદારી સંબંધિત બાબતોમાં ખૂબ જ સાવચેતીપૂર્વક આગળ વધવાની સલાહ આપવામાં આવે છે.
આ 3 રાશિઓએ 7 જુલાઈ સુધી ખાસ સાચવવું
સિંહ રાશિ:
બુધનું આ ગોચર સિંહ રાશિના 12મા ભાવને સક્રિય કરશે. આ ઘર મુખ્યત્વે ખર્ચ અને એકાંત સાથે સંકળાયેલું છે. આ સમયગાળામાં બિનઆયોજિત ખર્ચાઓ અચાનક વધી શકે છે, તેથી પહેલેથી જ બજેટ બનાવીને ચાલવું ફાયદાકારક રહેશે. ઉતાવળમાં લીધેલા નિર્ણયો મોટું નુકસાન પહોંચાડી શકે છે, જેથી આર્થિક બાબતોમાં સંતુલન જાળવી રાખવું ખૂબ જરૂરી છે.
ધનુ રાશિ:
ધનુ રાશિ માટે બુધ 8મા ભાવમાં ગોચર કરશે. આ સમય દરમિયાન તમારે તમારા સ્વાસ્થ્યની ખાસ કાળજી લેવી પડશે અને નિયમિત ચેકઅપ કરાવવું હિતાવહ છે. પતિ-પત્ની વચ્ચે વાતચીતનો અભાવ ગેરસમજ ઊભી કરી શકે છે. પરિવાર અને પૈસાની લેવડદેવડની બાબતોમાં ધીરજ રાખવી અને સ્પષ્ટ વાતચીત કરવી તમારા માટે ફાયદાકારક રહેશે.
મેષ રાશિ:
આ સમય તમારી ધીરજની કસોટી કરી શકે છે. કરિયર અને વ્યવસાયમાં ધારી સફળતા મેળવવામાં થોડો સમય લાગી શકે છે. જો તમે નોકરી બદલવાનું કે નવી તકો શોધી રહ્યા છો, તો તમારે વધારાની મહેનત કરવી પડશે. ઓફિસમાં સહકર્મીઓનો સાથ ઓછો મળી શકે છે અને જૂના અધૂરા કામો પર ફરી ધ્યાન આપવાની જરૂર પડી શકે છે. રોકાણના મામલામાં અત્યારે કોઈપણ જાતની ઉતાવળ ન કરવી.
આ પણ વાંચોઃ 2026 માં વૃષભ રાશિમાં મંગળનું ગોચર: જાણો તુલાથી મીન રાશિના જાતકો પર તેની શું અસર થશે?
બુધ ગ્રહની શાંતિ માટેના સરળ ઉપાયો
બુધના અશુભ પ્રભાવથી બચવા અને માનસિક શાંતિ મેળવવા માટે જ્યોતિષમાં કેટલાક ઉપાયો દર્શાવવામાં આવ્યા છે:
જરૂરિયાતમંદ લોકોને લીલા રંગની વસ્તુઓ (જેમ કે લીલા મગ, લીલા કપડાં)નું દાન કરવું.
કિન્નરોનું સન્માન કરી તેમના આશીર્વાદ લેવા જોઈએ.
નિયમિતપણે બુધ મંત્રનો જાપ કરવો.
એવી માન્યતા છે કે આ ઉપાયો કરવાથી માનસિક સ્થિરતા, એકાગ્રતા અને આત્મવિશ્વાસમાં વધારો થાય છે.
નોંધ: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જ્યોતિષીય ગણતરીઓ પર આધારિત છે. કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી હિતાવહ છે.
આ પણ વાંચોઃ 27 જુલાઈથી શનિ થશે વક્રી, આ 4 રાશિઓ માટે શરૂ થશે ભારે અગ્નિપરીક્ષા; જાણો સંપૂર્ણ વિગત
