Mokshada Ekadashi 2020 Subh Muhurat & Puja Vidhi: માગશર સુદ અગિયારસના રોજ આવતી એકાદશીને મોક્ષદા એકાદશી કહે છે. ચાલુ વર્ષે આ એકાદશી 25 ડિસેમ્બર, 2020ના રોજ આવે છે. ધાર્મિક માન્યતા મુજબ, મોક્ષદા એકાદશીથી પિતૃઓનો મોક્ષ થાય છે. આ દિવસે પૂરી શ્રદ્ધા અને વિધિ વિધાન મુજબ વ્રત કરવાની મોક્ષની પ્રાપ્તિ થાય છે.


એકાદશી વ્રત મુહૂર્ત

એકાદશી તિથિ પ્રારંભઃ 24 ડિસેમ્બરની રાતે 11 કલાક 17 મિનિટથી

એકાદશી તિથિ સમાપ્તઃ 25 ડિસેમ્બરની મોડી રાતે 1 કલાકને 54 મિનિટ સુધી

પૂજા વિધિ

આ દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સૌથી પહેલા વ્રતનું સંકલ્પ કરો. દશમના દિવસે બપોર પછી કાંઇ જમવું નહીં. રાત્રે બહુ ભૂખ લાગે તો જ ફળાહાર કે દૂધ લેવું. એકાદશીના દિવસે પ્રાતઃકાળ ઊઠી સ્નાન કરીને  દેવસેવા અને વિષ્ણુસેવા કરી લેવી. ધૂપ દીપ સહિત એક વિષ્ણુસહસ્ત્રનો પાઠ કરવો. તે પછી તાંબાનો એક લોટો લેવો. તેમાં જળ,  ચોખા અને ચંદન પધરાવી તે જળ સહિતનો લોટો લઇ નજીકના પીપળે જઇ ત્રણ, પાંચ કે સાત પ્રદક્ષિણા કરવી. જે પછી  જળ પીપળે ચડાવવું. શકય હોય તો ત્યાં એક વિષ્ણુસહસ્ત્રનો પાઠ કરવો તે પછી ઘેર આવી નિત્યકર્મ કરવા.

મહત્વ

મોક્ષદા એકાદશી મોટા મોટા પાપનો નાશ કરનારી છે. આ દિવસે રાત્રે મારી પ્રસન્‍નતા માટે નૃત્‍ય, ગીત અને સ્‍તુતિ પ્રાતઃ જાગરણ કરવું જોઇએ. જેના પિતૃઓ પાપવંશ કે નીચ યોનિમાં પડયા હોય એ આનું પુણ્યદાન કરે તો એના પિતૃઓ મોક્ષ પ્રાપ્‍ત કરે છે. આમા જરા પણ સંદેહ નથી.

અન્ય એક પૌરાણિક કથા મુજબ, આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ મહાભારના યુદ્ધમાં અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. જે ઉપદેશ બાદ અર્જુને મહાભારતમાં તેના જ વડીલોનો વધ કર્યો અને તે બાદ પણ મોક્ષની પ્રાપ્તિ થઈ હતી.

સફળતાની ચાવીઃ આ આદતોને જેટલી શક્ય તેટલી વહેલી છોડી દો, નહીં તો થઈ શકો છો કંગાળ

Vaccine Update: ગુજરાતમાં કોરોના રસીનું ટ્રાન્સપોર્ટ કરવા કઈ જગ્યાએ સ્થપાશે પ્લાન્ટ? જાણો મહત્વની વિગત