Navratri 2022:નવરાત્રિના ચોથા દિવસે મા કુષ્માન્ડાની પૂજા અર્ચનનું વિધાન છે. માના પૂજન માટેના મંત્ર અને વિધિ વિધાન જાણી લઇએ….


નવરાત્રિના ચોથા દિવસે મા કુષ્માન્ડાની પૂજા અર્ચનનું વિધાન છે. માનવામાં આવે છે કે, મા કુષ્માન્ડાનું ભાવ તેમજ વિધિવત પૂજન અર્ચન કરવાથી સમસ્ત મનોકામનાની પૂર્તિ થાય છે. મા કુષ્માન્ડાની આરાધાનાથી યશ, બળ, આરોગ્ય અને આયુમાં વૃદ્ધિ થાય છે અને ભક્તના તમામ કષ્ટો દૂર થાય છે. દેવી કુષ્માન્ડાની આઠ ભૂજા છે.  મા તેના હાથમાં ધનુષ બાણ, અમૃત કળશ, ચંદ્ર, ગદા, કમલ, કમંડલ ધારણ કરેલ છે. જો અન્ય બંને કરમાં સિદ્ઘિઓ અને નિધિયુક્ત માળા છે.માની સવારી સિંહ છે.


આ રીતે કરો મા કુષ્માન્ડાની પૂજા


માને ઇલાયચીનો ભોગ લગાવાવનું વિધાન છે. મા કુષ્માન્ડાને એટલી લીલી ઇલાયચી અર્પણ કરો જેટલી આપની ઉંમર હોય. દરેક ઇલાયચી અર્પણ કરતી લખતે. ઓમ બુધાય નમ:નો મંત્ર જાપ કરો. બધી જ ઇલાયચીને એકત્રિત કરીને કપડામાં બાંધીને રાખી. અને આવતી નવરાત્રિ સુધી સુરક્ષિત રાખો. જેનાથી આયુ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે.


આ મંત્રનો જાપ રહેશે અચૂક ફળદાયી



  • યા દેવી સર્વભૂતેષૂ, મા કુષ્માન્ડા રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ:

  • સુરા સંપૂર્ણ કલશં રૂધિરાપ્લુતમેવ ચ, દધાના હસ્તાપદ્મા યામ કુમાન્ડા શુભદાસ્તુ મેં..

  • ઓમ કુષ્માન્ડા નમ:

  • વન્દે વાચ્છિત કામાર્થે ચંદ્રાર્ધકૃતશેખરામ્ સિંહ રૂઢા અષ્ટ ભૂજા કુષ્માન્ડા યશસ્વિનીમ

  • માને ધરાવો આ પ્રસાદ

  • ચોથા દિવસે કુષ્માન્ડા દેવીને માલપુવાનો ભોગ લગાવો, ત્યારબાદ આ પ્રસાદને કોઇ ગરીબને દાન કરી દો. આવું કરવાથી બુદ્ધિનો વિકાસ થવાની સાથે નિર્ણયશક્તિમાં વધારો થાય છે અને સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે.


ભાવ અને વિધિ વિધાન સાથે નવરાત્રિના ચોથા દિવસે મા કુષ્માન્ડાનું આ ઉપરોક્ત મંત્ર સાથે પૂજન કરવાથી અને ઇલાયચી અર્પણ કરવાથી સુખ સમૃદ્ધિ અને આયુમાં વૃદ્ધિ થવાની સાથે ભક્તનો તમામ કષ્ટોનું નિવારણ થાય છે.


ચાર વેદ અને છ વેદાંગોના પ્રકાંડ વિદ્વાન જ બની શકે છે શંકરાચાર્ય, જાણો શું છે નિયમો


શંકરાચાર્યની પદવી લેવાના નિયમો, સિદ્ધાંતો અને નિયમો આદિ શંકરાચાર્ય દ્વારા લિખિત પુસ્તક માથમ્નાયમાં લખવામાં આવ્યા છે. માથમ્નાયાને મહાનુશાસન પણ કહેવામાં આવે છે. આ પુસ્તકમાં કુલ 73 શ્લોક છે.




કરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીનું 11 સપ્ટેમ્બરે લાંબી માંદગી બાદ નિધન થયું હતું. 98 વર્ષની ઉંમરે, શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી બે પીઠ (દ્વારકા પીઠ અને જ્યોતિર્મથ પીઠ)ના શંકરાચાર્ય હતા. સદૈવ મુક્ત જીવન જીવતા સ્વરૂપાનંદ સરસ્વતીના અવસાનથી ભારતમાં શંકરાચાર્યની પદવી ખાલી થઈ ગઈ છે. જો કે, શંકરાચાર્યની પદવીને ફરીથી શોભાવવાની કવાયત શરૂ થઈ છે.


આવી સ્થિતિમાં દરેકના મનમાં સવાલો ઉઠી રહ્યા છે કે શંકરાચાર્ય કોણ છે? વ્યક્તિ કેવી રીતે શંકરાચાર્ય બને છે? શંકરાચાર્ય બનવાની પ્રક્રિયા શું છે? તો ચાલો જાણીએ શંકરાચાર્ય બનવાની પ્રક્રિયા શું છે.


શંકરાચાર્ય કોણ અને કેવી રીતે બને છે તે સમજવા માટે આપણે તેની પરંપરા અને તેના ઇતિહાસને સમજવો પડશે. હકીકતમાં, આઠમી સદી બીસીઇમાં, આદિ શંકરાચાર્યે ભારતની ચારેય દિશામાં ચાર મઠોની સ્થાપના કરી હતી. આ ચાર મઠમાં ઉત્તરમાં બદ્રિકાશ્રમનો જ્યોતિર્મઠ, દક્ષિણમાં શૃંગેરી મઠ, પૂર્વમાં જગન્નાથપુરીનો ગોવર્ધન મઠ અને પશ્ચિમમાં દ્વારકાનો શારદા મઠનો સમાવેશ થાય છે. મઠના વડાને મઠાધિપતિ કહેવાતા. આ મઠના વડાઓને મઠાધિપતિ કહેવામાં આવે છે અને તેમને શંકરાચાર્યનું બિરુદ આપવામાં આવે છે.


શંકરાચાર્ય બનવાની પ્રક્રિયા અને નિયમો









 


શંકરાચાર્યની પદવી લેવાના નિયમો, સિદ્ધાંતો અને નિયમો આદિ શંકરાચાર્ય દ્વારા લિખિત પુસ્તક માથમ્નાયમાં લખવામાં આવ્યા છે. માથમ્નાયાને મહાનુશાસન પણ કહેવામાં આવે છે. આ પુસ્તકમાં કુલ 73 શ્લોક છે.


માથમ્નાય ગ્રંથ મુજબ, શંકરાચાર્યની પદવી માટે લાયક વ્યક્તિ સંન્યાસી અને બ્રાહ્મણ હોવી જોઈએ. આ સિવાય સન્યાસી દંડ ધારણ કરનાર જ હોવો જોઈએ. તેણે પોતાની ઈન્દ્રિયો પર નિયંત્રણ રાખવું જોઈએ અને શરીર અને મન શુદ્ધ હોવું જોઈએ. સંન્યાસી માટે વાકપટુ હોવું જરૂરી છે, એટલે કે તે ચાર વેદ અને છ વેદાંગોનો મહાન વિદ્વાન હોવો જોઈએ અને વાદ-વિવાદમાં નિપુણતા ધરાવતો હોવો જોઈએ.


તે જ સમયે, આ બધા નિયમોનું પાલન કરનાર સન્યાસીને વેદાંતના વિદ્વાનો સાથે શાસ્ત્રાર્થ કરવું પડે છે. આ પછી, સનાતન ધર્મના 13 અખાડાઓના વડા, આચાર્ય મહામંડલેશ્વર અને સંતોની સભા શંકરાચાર્યના નામ પર સંમત થાય છે, જેના પર કાશી વિદ્યા પરિષદની મહોર લગાવવામાં આવે છે.


આ બધી મુશ્કેલ પ્રક્રિયાઓ પછી જ સંન્યાસી શંકરાચાર્ય બને છે. આ પછી, શંકરાચાર્ય દશનમી સંપ્રદાયના કોઈપણ સંપ્રદાયની સાધના કરે છે.


શંકરાચાર્યનું શું મહત્વ છે


શંકરાચાર્યનું બિરુદ સનાતન ધર્મના મહાન ગુરુનું છે. બૌદ્ધ ધર્મમાં દલાઈ લામા અને ખ્રિસ્તી ધર્મમાં પોપને તેના સમકક્ષ માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ પદની પરંપરા આદિ ગુરુ શંકરાચાર્યના નામથી શરૂ કરવામાં આવી હતી.


આદિ ગુરુ પાસે જગદગુરુનું બિરુદ છે, જેનો ઉપયોગ પહેલા માત્ર ભગવાન કૃષ્ણ માટે થતો હતો. તમામ હિંદુ ધર્મ આ ચાર મઠના દાયરામાં આવે છે. આમાં કાયદો એ છે કે હિંદુઓએ આ મઠોની પરંપરામાંથી આવેલા સંતને તેમના ગુરુ બનાવવાના છે.


સ્વામી સ્વરૂપાનંદ બે મઠના શંકરાચાર્ય હતા


સ્વરૂપાનંદ સરસ્વતી ભારતના ચારમાંથી બે મઠના શંકરાચાર્ય હતા. તેઓ જ્યોતિમઠના 44મા શંકરાચાર્ય અને શારદા મઠના 79મા શંકરાચાર્ય હતા. તેમના મૃત્યુ બાદ હવે આ મઠોના મઠાધિપતિની પસંદગી કરવામાં આવશે.


નવા શંકરાચાર્યની જાહેરાત પર વિવાદ


તે જ સમયે, શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીના મૃત્યુ પછી, તેમની ઇચ્છાના આધારે, તેમના શિષ્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદને શંકરાચાર્ય તરીકે જાહેર કરવામાં આવ્યા છે, જેના કારણે વિવાદ થયો છે. અવિમુક્તેશ્વરાનંદને જ્યોતિષપીઠના શંકરાચાર્ય તરીકે જાહેર કરવામાં આવ્યા છે, પરંતુ સાતેય દશનમી સન્યાસી અખાડાઓએ તેમને જ્યોતિષપીઠના શંકરાચાર્ય તરીકે સ્વીકારવાનો ઇનકાર કર્યો છે.


નિરંજન અખાડાના મહંત રવિન્દ્રપુરીએ કહ્યું કે સ્વામી અવિમુક્તેશ્વરાનંદને જ્યોતિષપીઠના શંકરાચાર્ય તરીકે જાહેર કરવા નિયમ વિરુદ્ધ છે. મહંત રવિન્દ્રપુરીનું કહેવું છે કે ટૂંક સમયમાં જ તમામ સન્યાસી અખાડાઓ આ મુદ્દે બેઠક કરશે અને નવા શંકરાચાર્ય વિશે નિર્ણય લેશે.