Ganesh Ustav2024:હાલ દેશમાં ધૂમધામથી ગણેશ ચતુર્થીની ઉજવણી થઇ રહી છે. આ દિવસે ગણેશજીનો નિર્માણ થયું હોવાથી આ દિવસને તેમના પ્રાગટ્ય દિન તરીકે ઉજવાય છે. ગણેશ ચતુર્થીના અવસરે વિઘ્નહર્તાને ઘર પર સોસાયટી અને મહલ્લામાં લોકો ઘામધૂમથી લાવે છે અને દસ દિવસ સુધી બાપ્પાની સેવા પૂજા કરે છે. બાપ્પાને પ્રિય તેવા થાળ ધરવામાં આવે છે. તો જાણીએ અતિથિ થયેલા બાપ્પાની દસ દિવસ કેવા પકવાન ધરાવીને આગતા સ્વાગતા કરીશું


ગણેશજીની સ્થાપના બાદ દસ દિવસ તેમને મનભાવન પકવાન અર્પણ કરવાનું પણ વિધાન છે. આપણે સૌ જાણીએ છીએ કે બાપ્પાને મોદક અતિપ્રિય છે. મોદકનો થાળ બાપ્પાને અચૂક ધરાવવામા આવે છે. જોકે મોદક સિવાય બીજા પણ નૈવદ્ય ધરાવવાનું વિધાન છે, બાપ્પાને મોદક સિવાય ક્યાં પકવાન પ્રિય છે જાણીએ


ગણેશ ચતુર્થીથી માંડીને અનંત ચતુદર્શી સુધી બાપ્પાની સેવા પૂજા કરવામાં આવે છે અને આ દરમિયાન બાપ્પાને પ્રિય પકવાન ધરાવવામાં આવે છે. તો જાણીએ કે, બાપ્પાને મોદક સિવાય બીજા ક્યાં પકવાન પ્રિય છે.


મોદક સાથે આ પકવાન નહિ ધરાવો તો પૂજા રહેશે અધૂરી


મોદક: ચોખાના લોટ, ગોળ અને નારિયેળના છીણથી બનેલા મોદક બાપ્પાને અચૂક અર્પણ કરો. જે ભગવાન ગણેશને પ્રિય માનવામાં આવે છે. મોદક ખાસ ભક્તિ સાથે તૈયાર કરવામાં આવે છે અને તે દેવતાના આશીર્વાદ મેળવવાની ચાવી માનવામાં આવે છે.


લાડુ: બેસનના લાડુ પણ ધરાવાય છે. . આ મીઠાઈસમૃદ્ધિ અને સુખનું પ્રતીક મનાય છે.


પુરાણ પોળી:. આ વાનગી પરંપરાગત પ્રસાદ છે અને તહેવારો દરમિયાન ભક્તો દ્વારા તેનો સંપૂર્ણ આનંદ લેવામાં આવે છે.


ખીર: દૂધ, ચોખા અને ખાંડમાંથી બનેલી મીઠી ચોખાની ખીર, સૂકા ફળો અને કેસરથી શણગારવામાં આવે છે. ખીર શુદ્ધતાનું પ્રતિક છે અને તેને ઘણીવાર દેવતા પ્રત્યે કૃતજ્ઞતાના પ્રતીક તરીકે આપવામાં આવે છે.


આ પ્રસાદ ચઢાવવાથી ભગવાન ગણેશના આશીર્વાદ તો મળે જ છે પરંતુ ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સમૃદ્ધિ પણ આવે છે. ધ્યાન રાખો કે ભોજન અર્પણ કરતી વખતે તેને પૂર્ણ ભક્તિ અને શ્રદ્ધાથી કરો, જેથી ભગવાન ગણેશ તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરે. 


-જ્યોતિષાચાર્ય તુષાર જોશી