Aaj nu Panchang 6 April 2023: પંચાંગ મુજબ, 6 એપ્રિલ 2023, ગુરુવાર ધાર્મિક દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ છે કારણ કે , આજે હનુમાન જયંતિ છે. ચાલો જાણીએ આજનું પંચાંગ અને શુભ મૂહૂર્ત
પંચાંગ મુજબ, 6 એપ્રિલ 2023, ગુરુવાર ધાર્મિક કાર્યની દૃષ્ટિએ વિશેષ છે. આજે પૂર્ણિમા તિથિ છે. ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ સવારે 10:06 સુધી રહેશે. આ દિવસે ગ્રહોની ગતિ અને નક્ષત્રોની સ્થિતિ મહત્વપૂર્ણ છે. ચંદ્ર કન્યા રાશિમાં ગોચર કરી રહ્યો છે. આજે હનુમાન જયંતી પણ છે.
આજની તિથિ
આજના પંચાંગ મુજબ, 6 એપ્રિલ 2023, ગુરુવારે ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ છે. આ પછી વૈશાખ માસની એકમની તિથિ શરૂ થશે.
હનુમાન જયંતીનું શુભ મૂહૂર્ત
આ વર્ષે ચૈત્ર માસની પૂર્ણિમાની તિથિ 05 એપ્રિલે સવારે 09.19 કલાકે શરૂ થશે અને 06 એપ્રિલે સવારે 10.04 કલાકે પૂર્ણ થશે. હનુમાન જયંતી 06 એપ્રિલે એટલે કે આજે ઉજવવામાં આવશે.સવારે 06:06 થી 07:40 સુધી, ત્યારબાદ સવારે 10:49 થી 12:23 થી બપોરે 1:58 સુધી. આ દિવસે સાંજના સમયે પણ શુભ સમય રહેશે.
આજનું નક્ષત્ર
પંચાંગ મુજબ 6 એપ્રિલ 2023 ના રોજ હસ્ત નક્ષત્ર રહેશે. હસ્ત નક્ષત્ર એ આકાશનું 13મું નક્ષત્ર છે. તેનો સ્વામી ગ્રહ બુધ છે. હસ્ત નક્ષત્રમાં જન્મેલા લોકો શાંત અને નમ્ર સ્વભાવના હોય છે. હસ્ત નક્ષત્રનો અર્થ થાય છે હાથ, હસ્ત નક્ષત્રના દેવતા સવિતા છે.કન્યાના 10 અંશથી 23 અંશ સુધીના નક્ષત્રને હસ્ત કહેવાય છે. હસ્ત નક્ષત્રનો અર્થ થાય છે ખુલ્લી મુઠ્ઠી અથવા આશીર્વાદ આપનાર હાથ.
આજનો રાહુકાળ
પંચાંગ અનુસાર, 6 એપ્રિલ, 2023, ગુરુવારે રાહુકાલ બપોરે 1.58 થી 3.32 સુધી રહેશે. રાહુકાલમાં શુભ કાર્ય કરવું વર્જિત માનવામાં આવે છે.
આજનો મંત્ર
મનોજવં મારુતતુલ્યવેગં, જિતિન્દ્રીયં બુદ્ધિમતાં વરિષ્ઠ|
વાતાત્મજં વાનરયુથમુખ્યં, શ્રીરામ દૂતં શરણં પ્રપદ્યે||
Hanuman Jayanti 2023: હનુમાન જયંતી પર કરી લો આ 5 ઉપાય, ખતમ થશે સાડાસાતી અને પનોતની અશુભતા
Hanuman Jayanti 2023: હનુમાનજીની પૂજા કરવાથી શનિની સાડાસાત વર્ષની અશુભ અસર ઓછી થાય છે. આવી સ્થિતિમાં 6 એપ્રિલ, 2023ના રોજ હનુમાન જયંતિ પર કેટલાક ખાસ ઉપાય કરો, આનાથી શનિ મહાદશીથી છુટકારો મળશે.
હનુમાનજીને ખૂબ જ શક્તિશાળી દેવતા માનવામાં આવે છે. કહેવાય છે કે, જ્યારે કુંડળીમાં શનિની મહાદશા (સાડે સતી અને પનોતી ) ચાલી રહી હોય ત્યારે બજરંગબલીની પૂજા કરવી જોઈએ, મંત્ર જાપ કરવો જોઈએ. પૌરાણિક માન્યતા અનુસાર હનુમાનજી એવા દેવતા છે જેમના ભક્તો શનિદેવથી પરેશાન થતા નથી.
શનિ સાડાસાતી તમને આના કારણે પરેશાન કરી રહ્યી છે, તમે આર્થિક અને માનસિક રીતે પરેશાન છો, તો હનુમાન જયંતિ પર, સવારે સ્નાન કર્યા પછી, પંચમુખી હનુમાનના ચિત્રની સામે ઘીનો દીવો પ્રગટાવો અને પછી શ્રી રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરો. એવું માનવામાં આવે છે કે હનુમાનજીના આ સ્વરૂપની પૂજા કરવાથી જલ્દી જ શુભ ફળ મળે છે. તેનાથી શનિ, પિતૃ અને મંગલ દોષ દૂર થાય છે.
હનુમાન જયંતિના દિવસથી સંકટમોચનને ભોગ તરીકે ગોળ અને ચણા ચઢાવો અને સતત 10 મંગળવાર ઉપવાસ કરો. હનુમાનાષ્ટકનો પાઠ કરો આ કરવાથી શનિની મહાદશા ટળી જાય છે.
અત્યારે શનિ પોતાની રાશિ કુંભ રાશિમાં બેઠો છે. આ વર્ષે મકર રાશિમાં શનિદેવનો અંતિમ ચરણમાં છે. કુંભ રાશિમાં બીજો તબક્કો અને મીન રાશિમાં પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે. બીજી તરફ કર્ક અને વૃશ્ચિક રાશિ પર શનિની પનોતીનો પ્રભાવ છે.