Raksha Bandhan 2023  : હિંદુ કેલેન્ડર મુજબ, રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે.  જો કે વર્ષે રક્ષાબંધનના દિવસે ભદ્રકાળ હોવાથી રાખડી બાંધવાનું મૂહૂર્ત 30 ઓગસ્ટે એટલે કે રક્ષાબંધનના દિવસે નથી..


ભદ્રા એટલે શું?


પૌરાણિક કથાઓ અનુસાર ભદ્રા સૂર્યદેવની પુત્રી અને શનિદેવની બહેન છે. ભદ્રાનો સ્વભાવ ગુસ્સાવાળો છે. જ્યારે ભદ્રાનો જન્મ થયો, પછી તરત જ તેમણે આખા બ્રહ્માંડને પોતાનો કોળિયો બનાવવાનું શરૂ કર્યું. આ રીતે ભદ્રા નકારાત્મકતા અને ધ્વંશનું પ્રતીક છે.  જ્યાં પણ શુભ  કાર્ય, યજ્ઞ અને અનુષ્ઠાન વગેરે કરવાનું હોય ત્યાં ભદ્રાને શુભ નથી માનવામાં આવતું.. આ કારણથી જ્યારે ભાદ્રા હોય છે ત્યારે કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પૂર્ણિમા તિથિનો પૂર્વાર્ધ ભદ્રા કાળ છે, જેના કારણે રક્ષાબંધનના દિવસે ભદ્રાની છાયાને કારણે રાખડી બાંધવામાં આવતી નથી.


ભદ્રકાળ શુભ માનવામાં આવતો નથી. એટલા માટે આ સમયગાળા દરમિયાન કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી. એટલા માટે આ સમયગાળા દરમિયાન રાખડી બાંધવાની મનાઈ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ સમયગાળા દરમિયાન રાવણની બહેને રાવણને રાખડી બાંધી હતી, તેથી જ રાવણનો મૃત્યુ થયું હતું.  કહેવાય છે કે ભદ્રાકાળમાં રાખડી બાંધવાથી ભાઇની આયુષ્યનો ક્ષય થાય છે.                                                        


જ્યોતિષમાં ભદ્રા કાળનું મહત્વ


જ્યોતિષ શાસ્ત્રની માન્યતાઓ અનુસાર, ભદ્રાનું નિવાસસ્થાન ચંદ્રની રાશિ દ્વારા નક્કી કરવામાં આવે છે. ગણતરી પ્રમાણે જ્યારે ચંદ્ર કર્ક, સિંહ, કુંભ અથવા મીન રાશિમાં હોય છે ત્યારે ભદ્રાનો વાસ પૃથ્વીમાં રહીને મનુષ્યોને નુકસાન પહોંચાડે છે. બીજી તરફ, જ્યારે ચંદ્ર મેષ, વૃષભ, મિથુન અને વૃશ્ચિક રાશિમાં રહે છે, ત્યારે ભદ્રા સ્વર્ગમાં રહે છે અને દેવતાઓના કામમાં ખલેલ પહોંચાડે છે. જ્યારે ચંદ્ર કન્યા, તુલા, ધન અથવા મકર રાશિમાં હોય છે, ત્યારે ભદ્રા પાતાળ લોકમાં રહે છે.  ભદ્રા જ્યાં રહે છે ત્યાં નકારાત્મક અસર સર્જે છે.