Chandrayaan 3 Updates:ચંદ્રયાન-3ના પ્રજ્ઞાન રોવરમાં લાગેલા એક યંત્રએ ચંદ્રના દક્ષિણ ધ્રુવ ક્ષેત્રમાં ઓક્સિજન હોવાની પુષ્ટી કરી છે. આ કામ પેલોડ એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટ લેસર ઇન્ડ્યુસ્ડ બ્રેકડાઉન સ્પેક્ટ્રોસ્કોપી (LIBS) દ્વારા કરવામાં આવ્યું છે. ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-3નો આ પહેલો ઇન-સીટુ પ્રયોગ હતો. આ સિવાય હજુ પણ હાઈડ્રોજનની શોધ થઈ રહી છે. જો ઓક્સિજન પછી હાઇડ્રોજન પણ મળી જશે તો ચંદ્ર પર પાણી બનાવવું સરળ બનશે.






લિબ્સ (LIBS) ચંદ્રની સપાટી પર તીવ્ર લેસર કિરણો ફેંકીને તેનું વિશ્લેષણ કરે છે. આ લેસર કિરણો ખૂબ જ તીવ્રતા સાથે પથ્થર અથવા માટી પર પડે છે. આ કારણે ત્યાં ખૂબ જ ગરમ પ્લાઝ્મા ઉત્પન્ન થાય છે. પ્લાઝ્મામાંથી નીકળતો પ્રકાશ જણાવે છે કે સપાટી પર કયા પ્રકારના ખનીજ અથવા રસાયણો હાજર છે.


ઉપરોક્ત ટ્વિટમાં તમને આ બધી વસ્તુઓ જોવા મળશે. જે તેમના રાસાયણિક નામથી લખવામાં આવે છે. આ સિવાય જે ખનિજો કે રસાયણો શોધાયા છે તે છે. સલ્ફર, એલ્યુમિનિયમ, કેલ્શિયમ, આયર્ન, ક્રોમિયમ, ટાઇટેનિયમ, મેંગેનીઝ અને સિલિકોન. એટલે કે, આ વસ્તુઓનું પ્રમાણ ઓછું કે વધારે હોઈ શકે છે પરંતુ આ બધી વસ્તુઓ ચંદ્રની સપાટી પર હાજર છે.


પોસ્ટમાં ISROએ જણાવ્યું કે, "ઇન-સીટુ વૈજ્ઞાનિક પ્રયોગો ચાલી રહ્યા છે. ઇન-સીટુ મેઝરમેંટ્સ દ્વારા, રોવર પર લાગેલું ઉપકરણ 'લેસર-ઇન્ડ્યુસ્ડ બ્રેકડાઉન સ્પેક્ટ્રોસ્કોપ' (LIBS) સ્પષ્ટપણે દક્ષિણ ધ્રુવ પાસે ચંદ્રની સપાટીમાં સલ્ફર (S) ની હોવાની પુષ્ટી કરે છે. LIBS સાધન ઇલેક્ટ્રો-ઓપ્ટિક્સ સિસ્ટમ્સ ઈસરોની બેંગલુરુ લેબોરેટરીમાં વિકસાવવામાં આવ્યું હોવાનું ISROએ ઉમેર્યું છે.


સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર એકાઉન્ટ પર પ્રજ્ઞાન રોવરનો મેસેજ પોસ્ટ કરવામાં આવ્યો છે. મેસેજમાં જણાવાયું છે કે, ‘હેલ્લો પૃથ્વીવાસીઓ... હું ચંદ્રયાન-3નો પ્રજ્ઞાન રોવર છું... આશા કરુ છું કે, તમે બધા સ્વસ્થ હશો... હું તમામને જણાવવા માંગુ છું કે, હું ચંદ્રના રહસ્યોને ઉજાગર કરવા મારા રસ્તા પર છું... હું અને મારો મિત્ર વિક્રમ લેન્ડર સંપર્કમાં છીએ... અમારી સ્થિતિ સારી છે... સૌથી શ્રેષ્ઠ પરિણામ ટુંક સમયમાં આવશે...’