આજનું રાશિફળઃ પંચાગ મુજબ આજે અમાસની તિથિ છે. આજે લોહડીનું પર્વ છે. ચંદ્ર ધન રાશિમાં ગોચર કરી રહ્યો છે, સૂર્ય પણ ધન રાશિમાં છે. આજે ઉત્તરાષાઢા નક્ષત્ર રહેશે. ગ્રહોની ચાલ અને નક્ષત્રની સ્થિતિ તમામ રાશિ પર પ્રભાવ નાંખી રહી છે.
મેષઃ આજનો દિવસ તમારા માટે સફળતાથી ભરપૂર રહેશે. પર્સનાલિટી ડેવલપમેંટ માટે કામ કરી શકો છો. જમીન અને સંપત્તિ સંબંધિત મામલામાં સફળતા મળશે. પરિવારમાં તમામનો સહયોગ અને સન્માન મળશે.
વૃષભઃ આજના દિવસે તમારી ઉપલબ્ધિ પર પ્રસન્નતા અનુભવશો. પરિવારનો સાથ મળવાથી ખુશી બમણી થશે. પરિવારના સભ્યો સાથે તાલમેલ સારો રહશે. બહાર ફરવા જવાનું પ્લાનિંગ કરી શકો છો.
મિથુનઃ આજનો દિવસ ખુદને અપડેટ કરવાનો છે. ઓફિશિયલ કામ પૂરા પ્લાનિંગ સાથે સમય પર પતાવી દેજો. મોટા ભાઈને આર્થિક લાભની સંભાવના છે.
કર્કઃ તણાવનો સામનો કરી રહ્યા હો તો આજે રાહત મળવાની સંભાવના છે. નોકરીમાં બદલાવનો સમય જોવા મળી રહ્યો છે. કોઈના કટુ વેણ મન ખરાબ કરી શકે છે પરંતુ સંયમિત રહીને કોઈ પ્રતિક્રિયા ન આપતાં.
સિંહઃ આજના દિવસે ખુદને સંતુલિત રાખવાનો પ્રયાસ કરજો. ઘમંડમાં આવીને સારો મોકો ગુમાવી શકો છો. પરિવારની સાથે ફરવા જવાની યોજના બનાવી શકો છો.
કન્યાઃ વ્યક્તિત્વને આકર્ષિત બનાવવાનો પ્રયાસ કરો. ભૌતિક સુવિધાઓમાં વધારો થશે. ઘરની જરૂરિયાતનો સામાન ખરીદી શકો છો. પરિવારમાં વિવાદની આશંકા છે.
તુલાઃ આજના દિવસે ભવિષ્ય માટે રોકાણનો નિર્ણય લેવો લાભકારી રહેશે. પોતાની કમાણી અને જરૂરિયાતોનું મૂલ્યાંકન કરીને આ દિશામાં આગળ વધવું લાભદાયી રહેશે. પારિવારિક વિવાદથી બચવાની જરૂર છે, નહીં તો મોટી મુશ્કેલી ઉભી થઈ શકે છે.
વૃશ્ચિકઃ આજના દિવસે વિશેષ સાવધાની રાખવી પડશે. માત્ર ભાગ્યના ભરોસે બેસી રહેવાના બદલે પરિશ્રમ અને સક્રિયતા વધારવાની જરૂર છે. મિત્રો અને પરિવારજનોની જરૂર પડી શકે છે, તેથી ખુદને માનસિક રીતે તૈયાર રાખો.
ધનઃ આજના દિવસે ખુદને કોઇપણ વિવાદથી દૂર રાખજો. કોઈને માંગ્યા વગર સલાબ આપવાથી બચજો. પરિવાર સાથે ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો.
મકરઃ આજના દિવસે ચિંતામુક્ત રહીને કામ કરજો. વડીલોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો, હવામાનના કારણે બીમાર પડી શકો છો.
કુંભઃ આજે પરિવાર અને કાર્યસ્થળ દરેક જગ્યાએ તમારું મહત્વ વધશે. મહત્વપૂર્ણ બેઠક કે ચર્ચામાં તમારો અભિપ્રાય લેવાશે. દાંપત્ય જીવનમાં જો તણાવની સ્થિતિ હોય તો જીવન સાથી સાથે વાતચીત કરી સ્થિતિ સામાન્ય બનાવવાનો ઉપાય કરજો.
મીનઃ આજના દિવસે જરૂરી કામ ન થાય તો નવેસરથી પ્રયાસ કરજો. સામાજિક ભાગીદારી વધારવાની જરૂર છે. કોઈ મદદ માંગે તો શક્ય હોય તેટલી મદદ કરજો.પરિવારજનો સાથે મુલાકાતથી મન પ્રસન્ન રહેશે.
રાશિફળ 13 જાન્યુઆરીઃ આજે આ રાશિના જાતકો પારિવારિક વિવાદથી બચજો, જાણો તમામ રાશિઓનું રાશિફળ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Jan 2021 07:31 AM (IST)
Today Horoscope: આજે લોહડીનું પર્વ છે. ચંદ્ર ધન રાશિમાં ગોચર કરી રહ્યો છે, સૂર્ય પણ ધન રાશિમાં છે. ગ્રહોની ચાલ અને નક્ષત્રની સ્થિતિ તમામ રાશિ પર પ્રભાવ નાંખી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -