છેલ્લા બે દિવસથી અમદાવાદ સહિત રાજ્યના કેટલાક જિલ્લામાં ઠંડીમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા બે દિવસથી ઠંડીથી લોકોને રાહત મળી છે. ત્યારે આગામી કેટલાક દિવસોમાં દેશના મોટા ભાગના વિસ્તારોમાં કાતિલ ઠંડી પડવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી.

ભારતીય હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે જ આગામી દિવસોમાં ધુમ્મસ પણ વધી શકે છે. દક્ષિણમાં તામિલનાડુ, કેરળ, પુડુચેરી અને કરાઈકલમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની શક્યતા છે. એટલુ જ નહી પૂર્વ અને મધ્ય ભારતમાં આગામી દિવસોમાં તાપમાનમાં બેથી પાંચ ડિગ્રીનો ગગડવાની શક્યતા છે.

બીજી બાજુ કાશ્મીરમા કાતિલ ઠંડીથી સ્થિતિ વણસી છે. શ્રીનગરમાં ડલ તળાવ પૂરી રીતે જામી ગયું છે. ગુલમર્ગમાં પારો માઈનસ 11 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. લદ્દાખમાં તાપમાન માઇનસ 20 ડિગ્રી સુધી પહોંચી ગયો છે.

ઉત્તરાખંડના કેદારનાથ ધામ ત્રણ ફુટ સુધી બરફથી ઢંકાઈ ગયું છે. તમામ પગપાળાના રસ્તા બંધ છે. 16 નવેમ્બરથી બાબા કેદારનાથના કપાટ બંધ થયા બાદથી જ સતત બરફવર્ષા થઈ રહી છે.

હવામાન વિભાગે 13-16 જાન્યુઆરી માટે પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યે છે. તેમાં 13 જાન્યુઆરી માટે રાજસ્થાન માટે પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે હવામાન વિભાગનું કહેવું છે કે, દિલ્હી-એનસીઆરમાં 3 ડિગ્રી સુધી પારો ગગડી શકે છે.