આજનું રાશિફળઃ પંચાગ અનુસાર આજે પોષ વદ સાતમ છે. આજે રેવતી નક્ષત્ર છે. ચંદ્ર આજે મીન રાશિમાં અને સૂર્ય મકર રાશિમાં છે.
મેષ (અ.લ.ઇ.) : આજનો દિવસ સારો રહેશે. નાની વાતોને કારણ વગર મોટી ન કરતાં, વિવાદનું રૂપ લઈ શકે છે. પારિવારિક વાતાવરણ પ્રફુલ્લિત બનાવી રાખવા તમામના સહયોગથી કામ કરવું પડશે.
વૃષભ (બ.વ.ઉ.) : આજે માનસિક રીતે ખૂબ સક્રિય રહેશો ત્યારે જ તમારા કામ પૂરા કરી શકશો. ધીરજ સાથે આગળ વધજો, ઉતાવળ ન કરતાં.
મિથુન (ક.છ.ઘ.) આજના દિવસે જે લોકોની નોકરી છૂટી ગઈ હતી તેને ફરીથી નોકરી મળવાની તક છે. પરિવાર સાથે હસી મજાક કરવાની તક મળશે.
કર્ક (ડ.હ.) આજે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. જૂના રોકાણમાં સારો લાભ મળી શકે છે. ભવિષ્યના રોકાણનું પ્લાનિંગ થઈ શકે છે.
સિંહ (મ.ટ.) આજે કોઈ પણ નિર્ણય લેતાં પહેલા વિચારજો નહીંતર નુકસાન થવાની સંભાવના છે. ઘરમાં માંગલિક પ્રસંગ ઉભો થશે. કામની સાથે સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો.
કન્યા (પ.ઠ.ણ.) આજે અધિકાર ક્ષેત્રમાં વૃદ્ધિની પૂર્ણ સંભાવના છે. ક્રોધ પર નિયંત્રણ રાખજો નહીંતર મોટું નુકસાન થશે. બજેટ મુજબ કામ કરજો.
તુલા (ર.ત.) આજના દિવસે નાની મોટી વાતોથી ગભરાતા નહીં. મનમાં નકારાત્મક વિચારોને સ્થાન ન આપતાં. કામ બગડી શકે છે.
વૃશ્ચિક (ન.ય.) આજના દિવસે જીવનનો આનંદ માણવા માટે તમારી મહત્વાકાંક્ષાઓને નિયંત્રણમાં રાખો. ઘરમાં કોઈ ફેરફાર કરતા પહેલા તમારા વડીલોનો અભિપ્રાય લેજો.
ધન (ભ.ધ.ફ.ઢ.) આજે મનમાં ભ્રમની સ્થિતિ છે. ખૂબ જરૂરી ન હોય તો મહત્વપૂર્ણ કાર્ય ટાળજો. આજે તમારી ઈચ્છાને પૂરી કરવાનો પ્રયાસ કરજો.
મકર (ખ.જ.) આજે મન ઉદાસ હોય તો ફરવા જવાનું પલાન કરો. મન પ્રસન્ન રાખજો અને સકારાત્મક સોચ રાખજો. પરિવારના તમામ સભ્યો સાથે મળીને કોઇ બાબતે નિર્ણય લેવો સારો રહેશે.
કુંભ (ગ.શ.ષ.સ.) આજે તમારી જવાબદારીને પ્રસન્નતા સાથે પૂરી કરજો. આજે તમારો આત્મવિશ્વાસ જાળવી રાખજો. ઘરમાં સમારકામ અથવા સામાજિક કાર્યો તમને વ્યસ્ત રાખશે.
મીન (દ.ચ.ઝ.થ.) આજે કોઈપણ કામ પૂરી રીતે કરવા માટે નક્કર નિર્ણય લેવાની જરૂર છે. તમારા લક્ષ્યોનો પીછો કરવા માટે ઉત્તમ દિવસ. તમારા શારીરિક-ઉર્જા સ્તરને ઊંચુ રાખજો. પરિવારના સહયોગથી મુશ્કેલ સમય પણ કપાય જશે.
રાશિફળ 20 જાન્યુઆરીઃ મેષ, વૃષભ, સિંહ રાશિના જાતકોએ આ કામથી બચવું, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Jan 2021 07:37 AM (IST)
Today Rashifal: પંચાગ અનુસાર આજે પોષ વદ સાતમ છે. આજે રેવતી નક્ષત્ર છે. ચંદ્ર આજે મીન રાશિમાં અને સૂર્ય મકર રાશિમાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -