ગાંધીનગર: ગુજરાતમાં ઠંડીને લઈને ફરી એક વખત હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજયમાં આગામી બે દિવસ જોવા મળશે ઠંડીનો ચમકારો. હવામાન વિભાગના મતે તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. ત્યારબાદ બે દિવસ ઠંડીમાં થોડી રાહત રહેશે.
આગામી 25 જાન્યુઆરીથી તાપમાનમાં ઘટાડો નોંધાશે. રાજયમાં આજે 8.4 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું છે. ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 9.8 ડિગ્રી, અમદાવાદમાં 12.3 ડિગ્રી, રાજકોટમાં 12.9 ડિગ્રી નોંધાયું છે.
બે દિવસ રાજ્યભરમાં વધશે ઠંડીનો ચમકારો વધશે. હવામાન વિભાગના મતે તાપમાનનો પારો ઘટશે 2 થી 3 ડિગ્રી. બે દિવસ બાદ ઠંડીમાં રાહત મળશે. ફરી 25 જાન્યુઆરીથી હાડ થીજવતી ઠંડી પડશે.
રાજ્યમાં આગામી બે દિવસ જોવા મળશે ઠંડીનો ચમકારો, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Jan 2021 11:03 PM (IST)
ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 9.8 ડિગ્રી, અમદાવાદમાં 12.3 ડિગ્રી, રાજકોટમાં 12.9 ડિગ્રી નોંધાયું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -